ગીર સોમનાથ
આજના આ ઝડપી યુગમાં દિન પ્રતિ દિન શિક્ષણ નું મહત્વ વધી રહ્યું છે ત્યારે ઉના તાલુકાના ડમાસા ગામની આ પ્રાથમિક શાળા આધુનિક શિક્ષણની બોલબાલા વચ્ચે પરંપરાઓ અને નીતિગત મૂલ્યોને જાળવી રાખતા આ શાળાના બાળકો છે જેમાં વિદ્યાર્થીઓનું સંસ્કારી શિક્ષણ પદ્ધતિથી કરવામાં આવી રહ્યું છે જ્ઞાન સિંચન.
ડમાસા ગામની આ શાળામાં આવતું બાળક રડતું નહીં પણ હસ્તુ આવે છે ભાર વગરના ભણતર સાથેનો આનંદ જ બાળકનો સર્વાંગી વિકાસ કરે છે આ વાતની પ્રતીતિ ઉના તાલુકાના ડમાસા ગામની ડમાસા પ્રાથમિક શાળા છે આ શાળામાં વર્ષો બાદ સુધારા પ્રક્રિયા હાથ ધરવામાં આવતા આજે આ શાળાની તસ્વીર સંપૂર્ણ બદલાઈ ચૂકી છે શાળા તો સ્માર્ટ બની જ છે સાથે સાથે અહીંના બાળકોને શિક્ષણ પણ સ્માર્ટ મળી રહ્યું છે ઉત્સાહી ગ્રામજનો અને શિક્ષકોના માર્ગદર્શન અને સહકારમાં બાળકોએ ભારતીય પરંપરા અને નીતિગત મૂલ્યોને જાળવી રાખ્યા છે
શાળાના આચાર્ય ભરત નકુમે જણાવ્યું હતું કે અમારી શાળામાં થોડા જ સમયમાં અભ્યાસ માટે આવતા બાળકોમાં સતત વધારો થઈ રહ્યો છે અમારી શાળામાં કુલ 283 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે અમે શાળાને નંદનવન સમાન બનાવવાનું ધ્યેય રાખ્યું છે જેથી શાળાએ આવતું બાળક ક્યારેય ન કંટાળે તેમજ અમારી શાળાના વિદ્યાર્થી જિલ્લા અને રાજ્યકક્ષાની સ્પર્ધાઓમાં પણ ઝળક્યા છે
સ્કૂલ ઓફ એક્સેલન્સ મિશન હેઠળ આધુનિક સ્વચ્છ અને સ્માર્ટ શાળામાં વિશાળ સ્માર્ટ વર્ગખંડો કોમ્પ્યુટર લેબ એક્ટિવિટીના રૂમ પ્રાર્થના હોલ મધ્યાન ભોજન શેડ જેવી તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે તેમજ અમારી શાળામાં ઘણા વર્ષોથી ગ્રીન સ્કૂલ પ્રોજેક્ટને વેગ આપવામાં આવી રહ્યો છે અહીં બાળકોને પુસ્તકના જ્ઞાન સાથે પ્રકૃતિના સંવર્ધનના પાઠ શાળામાં તૈયાર કરાવવા ઔષધી બાગ માં બેસાડી શીખડાવવામાં આવે છે તેમજ બાળકોને વૃક્ષારોપણ છોડ ઉછેર શીખવવા સહિત ઔષધીય વનસ્પતિ વિશે સમજણ આપવામાં આવે છે ઔષધી ગાર્ડનમાં તુલસી સૂર્યમુખી અરડુસી સહિત ઔષધીય અને ધાર્મિક વૃક્ષો ફળફળાદી સહિતના વૃક્ષો ઉગાવવામાં આવ્યા છે
તેમજ શાળાના ઓરડાઓ અને કમ્પાઉન્ડની વાત કરીએ તો ગણિત,સામાજિક જ્ઞાન,ભાષાકીય જ્ઞાન, બાલ પ્રોજેક્ટ ગ્રીન પ્રોજેક્ટ જેવા વિવિધ મુદ્દાઓને આધારિત બોલકોને ગમ્મત અને પ્રકૃતિ વચ્ચે રહી જ્ઞાન સિંચન કરવામાં આવી રહ્યું છે
બાલ પ્રોજેક્ટ દ્વારા શાળાની દીવાલો અને દાદર પર એબીસીડી બારાક્ષરી ઘડિયા કવિતા પક્ષીના નામના ચિત્રો બનાવવામાં આવ્યા છે જેથી રમતગમત સાથે બાળકો અભ્યાસ પણ કરી શકે તેમજ અહીંની શાળામાં બાળકો માટે પ્રોજેક્ટ આઉટડોર રમત રમવાનું ગ્રાઉન્ડ કોમ્પ્યુટર લેબ ભોજન શેડ પ્રાર્થનાખંડ સહિત આધુનિક ટેકનોલોજીથી બનાવાયેલ છે આ શાળામાં ટપક સિંચાઈ આધારિત સૌથી પણ વધુ વૃક્ષો ઉગાવી જતન કરી ડમાસા પ્રાથમિક શાળાને ગ્રીન શાળા બનાવવા શિક્ષકો અને સ્થાનિકો દ્વારા અર્થાગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે
અહેવાલ:- હુસેન ભાદરકા (ગીર સોમનાથ)