ગીર સોમનાથ
ગુજરાત રાજ્ય સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઈ બારડના નાના સુપુત્ર તેમજ ગિરસોમનાથ જિલ્લા ભાજપ મહામંત્રી દિલીપભાઇ બારડ ના અનુજ એવા સ્વ ડો ભરતભાઈ બારડ જેઓનું ગોવા ખાતે અકસ્માતે અવસાન થયેલ હતું તેઓની ૧૬ મી પુણ્યતિથિ નિમિતે તેઓના પરિવાર દ્વારા સ્વ ડો ભરત બારડ ની સેવાકીય ભાવનાને જાગૃત રાખવા દર વર્ષે સામાજિક સેવાકીય કાર્યો કરે છે
સ્વ ડો ભરતભાઈ બારડ જેઓનો જન્મ તા ૨૦-૦૪-૧૯૮૭ ના રોજ સુત્રાપાડા મુકામે થયેલ હતો ધો -૧૨ વિજ્ઞાન પ્રવાહમાં રાજકુમાર કોલેજ રાજકોટમાં જવલંત સફળતા મેળવ્યા બાદ પોતાના વતનમાં તબીબી સેવા આપવા અર્થે તેઓએ મુંબઈની પ્રખ્યાત ડી વાય પાટિલ મેડિકલ કોલેજ માં એમબીબીએસ માં એડમિસન મેળવેલ હતું પરંતુ, કુદરતને કઈક બીજું જ મંજૂર હોય તેમ મેડિકલ કોલેજમાં રજા પડતાં તા ૧૮/૦૭/૨૦૦૮ ના રોજ પોતાના મિત્રોની લાગણી વશ થઈ ગોવા દરિયામાં નહાવા માટે ગયા હતા. દરિયામાં નહાવા માટે ગયા હતા અને દરિયો આ કુલદીપક ને ભરખી ગયો હતો આ કુલદીપકના અવસાનથી તેમના પરિવારજનો ઘેરાશોકની લાગણીમાં ડૂબી ગયા. આવા કપરા આઘાતથી તેમના સપનાને સાકર કરવાનો નિર્ણય તેઓના પિતાશ્રી જશાભાઈ, માતા ઉજિબેન ભાઈ દિલીપભાઇ તથા કાકા રામભાઇ ભાઈ અજયભાઈ અને નિલેષભાઈ, બહેનો તથા સમગ્ર પરિવાર દ્વ્રારા ડો ભરત બારડ શૈક્ષણિક સંકૂલ નામાંકરણ કરવામાં આવેલ આ શૈક્ષણિક સંકુલમાં જુદા જુદા અભ્યાસક્રમો ચાલે છે જેમાં પ્રાથમિક વિભાગ માં અંકુર પ્રાથમિક શાળા (ધો-૧ થી ૮), ડો ભરત બારડ પ્રાઇમરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, (ધો-૧ થી ૮), માધ્યમિક વિભાગમાં વિવેકાનંદ વિનય મંદિર કુમાર અને કન્યા શાળા (ધો-૯ થી ૧૨, વિજ્ઞાન પ્રવાહ સાથે), યુ. જે બારડ માધ્યમિક શાળા અમરાપુર, ડો ભરત બારડ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળા જુનાગઢ તેમજ કોલેજ વિભાગમાં ડો ભરત બારડ આર્ટ્સ , કોમર્સ એન્ડ સાયન્સ કોલેજ વિભાગમાં એમ.એસ.સી., એમ.એડ., એમ.એ અંગ્રેજી અને સોસીયોલોજી વિષયમાં, એમ.કોમ. બી.એડ. બી.એસ.સી. બી.સી.એ. બી.એ. બી.કોમ. બી.એસ.ડબલ્યુ, પીજીડીસીએ, પી.ટી.સી. જેવા અભ્યાસક્રમો કાર્યરત છે આ ઉપરાંત તમામ શૈક્ષણિક વિધ્યાશાખાઓને ડો ભરત બારડ શૈક્ષણિક સંકૂલ નામાંકરણ કરી તેઓને ખરા અર્થમાં શ્રદ્ધાંજલી આપેલ છે.
ડો ભરત બારડ શૈક્ષણિક સંકુલમાં ૧૦૦૦૦ થી વધુ વિધ્યાર્થીઓ સુત્રાપાડા તેમજ આજુબાજુના ગામોમાંથી અભ્યાસ અર્થે આવે છે. આ સંકૂલ માં અભ્યાસ કરતાં તમામ બાળકોમાં પિતા જશાભાઈ બારડ પોતાના પુત્રની ઝાંખી કરે છે. પોતાના પુત્ર ડો ભરતભાઈ ના સપનાને સાકાર કરવા તેમના પરિવાર દ્વ્રારા વિવિધ મેડિકલ કેમ્પો જેવા કે નેત્ર યજ્ઞ કેમ્પ, હ્રદય રોગ કેમ્પ, સર્વરોગ નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવે છે. આ વખતે સ્વ ડો ભરતભાઇ બારડની પુષ્પાંજલિ કાર્યક્રમ સાથે સર્વરોગ નિદાન કેમ્પ તેમજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં સર્વરોગ નિદાન કેમ્પમાં રાજકોટની મલ્ટીસ્પેસિયાલિસ્ટ સિનર્જી હોસ્પિટલના (૧) હ્રદયરોગના નિષ્ણાંત કાર્ડિઓલોજિસ્ટ ડો વિશાલ પોપટાણિ, (૨) હદયરોગ સર્જરી અને ટ્રાન્સપ્લાન્ટના નિષ્ણાત કાર્ડિઓવાસ્ક્યુલર ડો.માધવ ઉપાધ્યાય, (૩) મગજ, કરોડરજ્જુ અને સ્નાયુના નિષ્ણાત ન્યૂરોલોજિસ્ટ ડો. હિરલ હાલાણી શેઠ, (૪) કેન્સરની સર્જરીના નિષ્ણાંત ડો. સિતાંશુ શેખર (૫) મૂત્રાશય, પથરી અને પ્રોસ્ટેટ સર્જરીનાં નિષ્ણાંત ડો.કૃણાલ કુંદડીયા, (૬) ઇન્ટરનલ મેડિસિન, તાવ, ડાયાબિટીસ, બી.પી. ફેફસાનાં નિષ્ણાંત ડો. કપિલ રાઠોડ, (૭) પેટ તથા આંતરડાની સર્જરીનાં નિષ્ણાંત લેપ્રોસ્કોપીક ડો. અરનબ ચટ્ટોપાધ્યાય (૮) હાડકાં, ઘૂટણ, સાંધા બદલાવવા અને જોઇન્ટ રિપ્લેસમેંટના સર્જન ડો. દીક્ષિત સવજિયાણી, (૯) બાળકોનાં રોગોનાં નિષ્ણાંત ડો.નીલ વાછાણી (૧૦) સ્ત્રી રોગ અને વ્યંધત્વ નિષ્ણાંત ગાયનેકોલોજિસ્ટ ડો. રૂકેશ ઘોંડાસરા હાજર રહેસે.
ઉપરોક્ત તમામ સેનર્જી મલ્ટી સ્પેસિયાલિસ્ટ હોસ્પિટલનાં સુપર સ્પેસિયાલિસ્ટ ડોક્ટરો દ્વારા દર્દીનુ નિદાન ફ્રી માં કરી આપવા માં આવશે. બ્લડ સુગર, બ્લડ પ્રેશર, તેમજ ઇસીજી રિપોર્ટ ફ્રી માં કરી આપવામાં આવશે. ઉપરાંત જશાભાઈ બારડ દ્વ્રારા તમામ દર્દીઓને જરૂરિયાત મુજબ ની દવા વિના મૂલ્યે (ફ્રી) આપવામાં આવશે ઉપરાંત બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે જરૂરિયાત મંદ લોકોને ઇંડિયન રેડક્રોસ સોસાયટી રાજકોટ લેબોરેટરી દ્વારા આ બ્લડ પૂરું પાડવામાં આવશે.
ઇંડિયન રેડ ક્રોસ સોસાયટી સુત્રાપાડા તાલુકા શાખા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ માં બ્લડ દેનાર તમામ વ્યક્તિઓને રેડ ક્રોસ સોસાયટી રાજકોટ બ્લડ બેન્ક શાખા દ્વારા ભેંટ સ્વરૂપે સર્ટિફિકેટ તેમજ ડિનર સેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવસે. તમારું રક્તદાન 3 (ત્રણ) વ્યક્તિઓને જીવન દાન આપી શકસે
આ કેમ્પ તા ૧૯/૦૭/૨૦૨૪ ના રોજ સવારે ૯:00 થી બપોરે 1:૦૦ વાગ્યા સુધી ડો ભરત બારડ શૈક્ષણિક સંકૂલ બસ સ્ટેન્ડ પાસે રાખવામા આવેલ છે. તેમજ સવારે ૯-00 કલાકે ડો ભરતભાઈ બારડની શ્રધ્ધાંજલિ રૂપે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવેલ છે. અને તેઓના ઘરે ગાયત્રી યજ્ઞ નું આયોજન કરવામાં આવેલ છે.
દર વર્ષે ડો ભરતભાઈ બારડ ની શ્રદ્ધાંજલી રૂપે યોજવામાં આવતા સામાજિક સેવા તેમજ મેડિકલ કેમ્પોના આયોજન ની પરંપરા આ વર્ષે પણ બારડ પરિવારે જાળવી રાખી, આ વર્ષે વધુ સંખ્યામાં સુપર સ્પેસિયાલિસ્ટ ડોક્ટરો, સર્જનોની ટિમ દર્દીઓને વિનામુલ્યે તપાસ કરસે તેમજ જરૂરી રિપોર્ટ સ્થળે થી વિના મૂલ્યે આપવા માં આવસે ,આ કેમ્પથી સુત્રાપાડાથી રાજકોટ જવા આવવાનો ખર્ચો તેમજ અન્ય મેડિકલ ખર્ચો દર્દીઓને નહીં કરવો પડે. તો સુત્રાપાડા શહેર તેમજ આજુબાજુના ગામોના તેમજ સમગ્ર ગીર સોમનાથ જિલ્લાના જરૂરિયાત મંદ દર્દીઓને આ કેમ્પનો લાભ બહોળી સંખ્યામાં લેવા પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઈ બારડે તેમજ ગિરસોમનાથ જિલ્લા ભાજપના મહામંત્રી દિલીપભાઇ બારડ અને ઇંડિયન રેડ ક્રોશ સોસાયટી સુત્રાપાડા તાલુકા શાખાના ચેરમેન અજયભાઈ બારડે જણાવેલ છે. તેમજ દર્દીઑ એ આ સર્વરોગ નિદાન કેમ્પની વધુ માહિતી માટે તેમજ બ્લડ ડોનેશન માટે કમલેશભાઈ મકવાણા (મો-૯૯૨૪૯૭૦૪૪૦) નો સંપર્ક કરવાજણેવેલછે
અહેવાલ :- દિપક જોશી (પ્રાચી ગીર સોમનાથ)