ગીર સોમનાથ: યુદ્ધ તેમજ અન્ય કટોકટીની પરિસ્થિતિઓનો સામનો કરવા માટે નાગરિક સંરક્ષણની તૈયારી માટે ગીર સોમનાથ જિલ્લામાં આવતીકાલે ૩૧ મે, ૨૦૨૫ના રોજ સિવિલ ડિફેન્સની “ઓપરેશન શિલ્ડ” મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ રાજ્યની વિવિધ જગ્યાઓ સાથેસાથે અહીં પણ વેરાવળ, કોડીનાર અને સોમનાથ મંદિર વિસ્તારમાં યોજાશે.
મોકડ્રીલની વિગત:
- સાંજે ૫:૩૦ વાગ્યે સોમનાથ મંદિર
- સાંજે ૬:૩૦ વાગ્યે વેરાવળ કોસ્ટ ગાર્ડ સ્ટેશન અને કોડીનાર છારા પોર્ટ
મોકડ્રીલ દરમ્યાન, સાંજના ૭:૪૫ થી ૮:૧૫ વાગ્યા સુધી બ્લેકઆઉટ રહેશે. નાગરિકોને આ બ્લેકઆઉટ દરમિયાન સહકાર આપવા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
આ મોકડ્રીલમાં નાગરિક સંરક્ષણ દળમાં નવા નોંધાયેલ ૨૩૧૨ જેટલા સ્વયંસેવકો, એન.સી.સી કેડેટ્સ, હોમ ગાર્ડ્સ, બ્લેકઆઉટ વોર્ડન વગેરે સહભાગી બનશે.
મોકડ્રીલમાં અમલમાં લેવામાં આવનારી મહત્વપૂર્ણ કાર્યવાહી:
- હવાઈ હુમલા સમયે સાયરન દ્વારા એલર્ટ
- બ્લેકઆઉટ પ્રોટોકોલ
- કોમ્યુનીકેશન સિસ્ટમ
- મેડિકલ રીસ્પોન્સ
- ઇવેક્યુએશન
- વહીવટી તંત્રની સુસજ્જતા
- ફાયર સેફ્ટી
- આરોગ્ય અને આપાતકાલીન વ્યવસ્થાઓ
આ કાર્યક્રમ દ્વારા નાગરિકો અને તેમની સલામતી માટે બનતા ત્રૂટીઓને ઓળખી દુરસ્ત કરવા અને સહયોગિતા વધારવા માટે કડક તાલીમ આપવામાં આવશે.
અહેવાલ : પ્રકાશ કારાણી, વેરાવળ