ગીર સોમનાથ જિલ્લામાં એલ.સી.બી. ટીમે દેશી દારૂની ગેરકાયદેસર મીની ફેક્ટરી પકડી પાડીને મહત્વપૂર્ણ કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે.
જૂનાગઢ રેન્જ આઈ.જી.પી. નિલેશ જાજડીયા અને ગીર સોમનાથ પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા નાઓના માર્ગદર્શન હેઠળ જુગાર અને પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃત્તિને રોકવા માટે ટીમને સખત સૂચના આપવામાં આવી હતી.
આ અનુસંધાને એલ.સી.બી.ના પો.ઇન્સ. એમ.વી. પટેલના માર્ગદર્શન હેઠળ પો.સબ ઇન્સ. એ.સી. સિંધવ અને ટીમ પેટ્રોલીંગ દરમ્યાન, પેઢાવાડા ગામ (કોડીનાર પો.સ્ટે.)ના કાંઠે દેશી દારૂ ચલાવતો સ્થાન જાણી પકડવામાં આવ્યો. આ કાયદેસરની કાર્યવાહી હેઠળ આરોપીઓની ધરપકડ અને મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો.
આરોપીઓ
હીતેશભાઈ નાથાભાઈ વાળા, ઉ.વ. 29, પેઢાવાડા વાડી, કોડીનાર
કીરણ ઉર્ફે કરણ ટપુભાઇ વાઢેળ, ઉ.વ. 31, પાવટી, નવાપરા, કોડીનાર
કબ્જે કરેલ મુદામાલ
ક્રમ | મુદ્દામાલ | સંખ્યા | કિંમત (રૂ) |
---|---|---|---|
1 | દેશી પીવાનો દારૂ ભરેલ કેન | 20 લિટર | 4,020/- |
2 | ઠંડો આથો (દારૂ બનાવવાનો) | 16 આથો, 800 લિટર | 20,800/- |
3 | ગરમ આથો ભરેલ બેરલ | 1 બેરલ, 100 લિટર | 2,700/- |
4 | ગાળવાના સાધનો (બોયલર બેરલ) | 1 | 200/- |
5 | એલ્યુમિનિયમ ટીનના બાસીયા | 2 | 200/- |
6 | લાકડાની નળીવાળી પાટલી | 1 | 0/- |
7 | ગેસના બાટલા (ભારતરગેસ કંપની) | 2 | 4,000/- |
8 | લોખંડના ગેસના ચુલા | 2 | 1,000/- |
9 | મોબાઇલ | 2 | 15,000/- |
કુલ મુદામાલ | 47,920/- |
કામગીરી કરનાર સ્ટાફ
પો.ઇન્સ. એમ.વી. પટેલ
પો.સબ ઇન્સ. એ.સી. સિંધવ
એ.એસ.આઇ. શૈલેષભાઇ ડોડીયા
પો.હેડ કોન્સ. લલીતભાઇ ચુડાસમા
ઉદયસિંહ સોલંકી
આ કાર્યવાહીથી ગીર સોમનાથમાં કાયદો-વ્યવસ્થા મજબૂત કરવામાં મદદ મળી છે અને પ્રોહિબિશન નિયમોનું પાલન સુનિશ્ચિત થયું છે.
📍 અહેવાલ – પ્રકાશ કારાણી, વેરાવળ, સોમનાથ