સમગ્ર રાજ્ય સાથે ગીર સોમનાથ જિલ્લામાં પણ 1 જુલાઈથી 30 સપ્ટેમ્બર સુધી ત્રણ માસ માટે ‘જનસુરક્ષા સંતૃપ્તિ અભિયાન’ શરૂ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ ચાલનારા આ અભિયાનનો ઉદ્દેશ્્ય છે જરૂરતમંદ નાગરિકોને વિવિધ સરકારી જનકલ્યાણલક્ષી યોજનાઓના લાભો સીધા પહોંચાડવો.
આ અભિયાનમાં નાગરિકો માટે પીએમ જનધન યોજના અંતર્ગત શૂન્ય બેલેન્સથી ખાતું ખોલાવવાની તક મળશે જેમાં મફત ડેબિટ કાર્ડ તથા 2 લાખ રૂપિયાના અકસ્માત વીમાનો સમાવેશ છે. ઉપરાંત, માત્ર ₹436 ના પ્રીમિયમમાં જીવન વીમા તથા ₹20માં સુરક્ષા વીમાની પણ સુવિધા આપવામાં આવશે. 18થી 40 વર્ષની ઉંમરના નાગરિકો અટલ પેન્શન યોજના હેઠળ રૂ.1000 થી 5000 સુધીની ગેરેન્ટેડ પેન્શન મેળવવા પાત્ર બનશે.
ડિજિટલ છેતરપિંડીથી બચવા માટે તેમજ આરબીઆઈમાં ટ્રાન્સફર થયેલ દાવા વગરની થાપણો અંગે દાવો કરવાની માહિતી પણ શિબિરોમાં આપવામાં આવશે. આ માટેની વિસ્તૃત માહિતી માટે નાગરિકો નિકટવર્તી બેંક/બેંકમિત્ર અથવા વેરાવળ સ્થિત જિલ્લા લીડ બેંક મેનેજર કચેરી તથા કલેક્ટર કચેરીનો સંપર્ક કરી શકશે.
અહેવાલ: પ્રકાશ કારાણી, વેરાવળ-સોમનાથ