ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાત સ્ટેટ બ્રાન્ચના ચેરમેન અજયભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્રોગ્રામના ભાગરૂપે ફાયર સેફટી અને સી.પી.આર. જેવી મહત્વપૂર્ણ તાલીમ કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા છે.
આ આયોજનનો હેતુ ગુજરાતના દરેક જિલ્લાઓ અને તાલુકાઓ સુધી આવશ્યક તાલીમ પહોંચાડી લોકોને આપત્તિની પરિસ્થિતિમાં સજાગ અને સક્ષમ બનાવવાનો છે.
ગીર સોમનાથ જિલ્લામાં આ કાર્યક્રમ શ્રી સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાના ઉપક્રમે યોજાયો હતો. તા. 21 જુલાઈ, 2025ના રોજ યોજાયેલ શિબિરમાં સિક્યુરિટી વિભાગ, મેનેજમેન્ટ સ્ટાફ સહિત કુલ 350થી વધુ સભ્યો જોડાયા હતા.
આ તાલીમમાં ગુજરાત સ્ટેટ બ્રાન્ચના ડિઝાસ્ટર મેનેજમેન્ટ ડિરેક્ટર તુષારભાઈ ઠક્કર તથા પ્રતીકભાઈ કોસ્ટીએ વ્યાવસાયિક રીતે ફાયર સેફટી અને સી.પી.આર. અંગે પ્રેક્ટિકલ તાલીમ આપી હતી.
કાર્યક્રમના અવસરે ગીર સોમનાથ રેડક્રોસ શાખાના ચેરમેન અતુલભાઈ કાનાબાર, અમીનેટ્સ કિરીટભાઈ ઉનડકટ, ગિરીશભાઈ ઠક્કર, સમીર ચંદ્રાણી, અનિષ રાચ્છ, રાજુભાઈ પટેલ અને ગિરીશભાઈ વોરા સહિતના સદસ્યો અને કર્મચારી સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.
આ કાર્યક્રમ દ્વારા નાગરિકોમાં આપત્તિકાળીન વ્યવસ્થાઓ અંગે જાગૃતિ લાવવામાં આવી હતી અને આવા તાલીમ કાર્યક્રમો ભવિષ્યમાં પણ ચાલુ રહે તેવા આશય સાથે શ્રેષ્ઠ વ્યવસ્થાપન થકી સફળતાપૂર્વક આ શિબિર પૂર્ણ થઇ.
અહેવાલ: પ્રકાશ કારાણી, વેરાવળ-સોમનાથ