ગીર સોમનાથ: આર.ટી.ઓ.ની આકરી કામગીરી – ઉના-કોડીનાર હાઈવે પર રૂ.૮૫,૦૦૦નો દંડ!

ગીર સોમનાથ જિલ્લામાં કલેક્ટર એન.વી. ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ આર.ટી.ઓ. વિભાગે રોડ સેફટી અભિયાન અંતર્ગત કડક કાર્યવાહી હાથ ધરી છે. ઉના-કોડીનાર હાઈવે પર વાહન ચેકિંગ દરમિયાન કુલ 8 કેસ દાખલ કરી રૂ.85,000નો દંડ ફટકારાયો છે.

કાર્યવાહીનો વિગતવાર આંકડો:

  • ટેક્સ બાકી રહેલા વાહનો: 2 કેસ – રૂ.63,000 દંડ
  • ડિટેઈન કરાયેલ બાઈક: 1 કેસ – રૂ.16,500 ટેક્સ બાકી
  • ઓવરલોડ વાહન: રૂ.46,500 દંડ
  • અન્ય નિયમ ભંગ કરનાર: 1 કેસ – રૂ.10,000 દંડ
  • રોડ સેફટી ઉલ્લંઘન માટે: 5 વાહનો – રૂ.12,000 પેનલ્ટી

આ કાર્યવાહી હેઠળ બિનજવાબદારી પૂર્વક વાહન ચલાવનાર, ઓવરલોડ વાહનો તથા ટેક્સ બાકી રહેલા વાહનો સામે કડક પગલા લેવાયા છે. પ્રાંત કચેરી ઉના પાસે ચેકિંગ દરમિયાન એક બાઈક પણ ડિટેઈન કરવામાં આવી હતી.

આમ, આઠ અલગ-અલગ કેસો દ્વારા કુલ રૂ.85,000નો દંડ વસૂલવામાં આવ્યો છે, જેનાથી સ્પષ્ટ થાય છે કે રોડ સલામતી અને વાહન નિયમો બાબતે કોઈ ઢીળાશ રાખવામાં નહીં આવે.

📍 અહેવાલ: પ્રકાશ કારાણી – વેરાવળ