ગીર સોમનાથ ઉનાના નવા બંદર ગામને પોલીસે તીસરી આંખ એવા સીસીટીવી કેમેરા થી સુસજ્જ બનાવ્યું

ગીર સોમનાથ

નવાબંદર ગામના દરિયાઈ જેટી શાક માર્કેટ બસ સ્ટેશન સહિત અલગ અલગ વિસ્તારોમાં 14 જેટલાં સીસીટીવી કેમેરા થી સુસજ્જ બનાવવામાં આવ્યું હતુ જેના ઉદઘાટનમાં ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા,dysp એમ.એફ.ચૌધરી, ઉના ધારાસભ્ય કાળુભાઇ રાઠોડ,ઉના પી.આઇ.એન.એમ રાણા, અંબુજા સિમેન્ટ કંપનીના મેનેજર,નવાબંદર જેટીના અધિકારીઓ અને શાપુરજી પાલોનજી કંપનીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાએ આ સીસીટીવી કેમેરાના મોનીટરીંગ રૂમને રીબીન કાપી ખુલ્લું મૂક્યો હતો નવા બંદર ગામ દરિયા કિનારાનું હોવાથી આ વિસ્તારમાં જિલ્લા અને રાજ્યમાંથી અનેક માછીમારો માછીમારી કરવા માટે આવે છે આ નવા બંદર ગામ સાથે અનેક શહેરોનો વ્યવહાર રહેલો છે અહીં દિવસ દરમિયાન દરિયાઈ કાંઠા વિસ્તાર અને ગામમાં મોટી સંખ્યામાં લોકોની અવરજવર રહે છે જેનો લાભ ઉઠાવી ગુનેગારો ગુનાહિત પ્રવૃત્તિને અંજામ આપતા હોય છે જેને રોકવા અને ગુનેગારોને સહેલાઈથી પકડવા માટે નવાબંદર મરીન પોલીસ દ્વારા 14 જેટલા સ્થળોએ સીસીટીવી કેમેરાઓ લગાવવામાં આવ્યા છે

જેના કારણે ગુનાહિત પ્રવૃત્તિ પર નિયંત્રણ લાવી શકાય જેમાં નવાબંદર ગામના સંવેદન શીલ વિસ્તાર અને નવા બંદર ને બજારો ને પોલીસ દ્વારા સીસીટીવી કેમેરાથી સુસજજ કરવામાં આવી હતી ગામમાં અવાર નવાર બનતા ચોરી,ચીલ ઝડપ,મારામારી જેવા ગુનાઓ બનતા રહે છે જે ગુનામાં ગુનેગારોને પકડવા માટે 14 જેટલા સ્થળો પર કેમેરા લગાવી ગામને સુરક્ષિત બનાવવામાં આવ્યું છે જે કેમેરાનો મોનિટરિંગ રૂમ નવાબંદર પીએસઆઇ ની ચેમ્બર થશે કેમેરા લગાવવાથી ગ્રામજનોની સલામતી વધી છે સાથે ગામમાં ચીલ ઝડપ ચોરીઓ અને મારામારીના ગુનાઓ અટકશે અને ગુનાના ઉકેલ માટે આ સીસીટીવી કેમેરા સાબિત થશે

અહેવાલ:- હુસેન ભાદરકા (ગીર સોમનાથ)