ગીર સોમનાથ કોડીનાર તાલુકાના ડોળાસા ગામે ફોર ટ્રેક હાઇવે નું કામ ગ્રામજનોએ અટકાવ્યું.

ગીર સોમનાથ

Advertisement

ગીર સોમનાથ કોડીનાર તાલુકાના ડોળાસા ગામે આવે ગુરૂદત આશ્રમ ની પાછળની ભાગે આવેલ ખેડુતોની જમીનોમા ચોમાસા દરમ્યાન આવતા પાણી થી થતુ નુકશાન અટકાવવા કાર્યવાહી કરવા માંગ કરાઈ.

વેરાવળ થી ભાવનગર સુધી ફોર લાઈન રોડ નુ કામ ચાલુ હોઈ અને આ નેશનલ હાઈવે રોડ ડોળાસા ગામમા થી પસાર થાય છે જેમા ઘણા નાના-મોટા ખેડુતોની જમીન મકાનો નુ પણ સંપાદન થયેલ છે જેમા અનેક વાર વાંધા વિરોધ્ધ ના કારણે આ રોડ બનાવવાની કામગીરી મા વિલંબ થાય છે જેના લીધે હાઈવે નજીકમા આવેલ ખેડુતોની જમીનોમા સોમાચાના પાણીના લીધે ખેડુતોના ખેતરો તથા વાવેલ પાકોમા મોટા પાયે નુકશાન થાય છે અને અનેક નાના-મોટા ખેડુતોને ખુબજ મોટા પ્રમાણમા નુકશાની ભોગવવી પડે છે.તેથી આ પ્રકારની નુકશાનને અટકાવવા બાબતે યોગ્ય કામગીરી કરવામાં આવે તેવી ગ્રામજનો ની માંગ છે.

ડોળાસા ગામમા આવેલ ગુરૂદત આશ્રમની પાછળની બાજુએ લગભગ ૨૫ થી ૩૦ નાના-નાના ખેડુતોની ખેતીની જમીનો આવેલ છે તેમજ અનેક ખેડુતોની રોજગારી તો ફકત ને ફક્ત આ જમીન પર જ નિર્ભર છે પરંતુ છેલ્લા ઘણા સમય થી રોડનુ કામ ચાલતુ હોવાતી તેમજ પાણીના નીકાલ માટેની કોઈ પણ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવેલ ન હોવાથી આ નાના ખેડુતોને દર વર્ષે ખુબજ મોટા પ્રમાણમા નુકશાન થાય છે તેમજ અનેક વખત તો સંપર્ણ પાકો પણ ધોવાણ થઈ ગયેલ છે આ આશ્રમની સામેની બાજુ આવેલ શ્રમીક તથા મોટા ખેડુતો દવારા સામેની બાજુથી પાણીના નીકાલ માટે હાઈવે ઓથોરીટી પાસે નાનુ પુલ બનાવડાવી સામેની બાજુનુ તમામ પાણીની નીકાલ માટે વ્યવસ્થા કરેલ પરંતુ ત્યાથી પાણી નદી બાજુ ગટર મારફત ફેરવવા કોઈ આયોજન કરેલ નહી તેથી હમારી માંગણી છે કે આશ્રમ નજીક મુકવામાં આવેલ નાળા વાળી જગ્યાએથી નદી ફક્ત ને ફકત ૫૦૦ મીટર જેટલી દૂર છે તેથી આ પાણીના નીકાલ માટે જો ૧૦ થી ૧૫ ફુટ ની ૫૦૦ મીટર લાંબી નદી સુધી પાણીના નીકાલ માટે ગટર બનાવવામાં આવેતો અનેક નાના ખેડુતોની જમીનમા સોમાચા દરમ્યાન થતુ ધોવાણ અટકે તેમ છે આ જમીન અમારી જીવન દોરી છે આ ગટર બનાવવા માં નહીં આવે તો અમે આંદોલન પર બેઠશું અને રોડ બંધ કરવા ની ચિમકી

અહેવાલ હુસેન ભાદરકા :- (ગીર સોમનાથ)

Advertisement