ગીર સોમનાથ જિલ્લાના ડીમોલેશન મુદ્દે હીરા ભાઈ જોટવા સહિત આગેવાન કલેકટરને મળી રજુઆત કરી

ગીર સોમનાથ

હીરાભાઈ જોટવાની આગેવાનીમાં કોંગ્રેસ પ્રતિનિધિ મંડળ દ્વારા કલેકટર સાહેબની મુલાકાત લઈ, હાલ તંત્ર દ્વારા ચાલતી ડેમોલિશન કામગીરીમાં વિસ્થાપિત થયેલ પરિવારોને પુનઃસ્થાપિત અથવા ૯૦ દિવસ સુધીની વૈકલ્પિક વ્યવસ્થા કરવી. તેમજ હાલ ચોમાસામાં ડેમોલિશનને લીધે લોકો ઘરવિહોણા ના થાય તે માટે તકેદારી રાખે. તેમજ ઈણાજ અને ઉમરેઠી ગામોમાં સામુહિક શોપીંગ અથવા ગામ હાટનું આયોજન કરી ગામ લોકોને ફરી દુકાનો મળે તેવી રજુઆત કરેલ.

તેમજ તાલાલાના ફોરેસ્ટ પાસેના ૧૬ ગામોમાં હાલ ચોમાસુ હોય પેશકદમી દુર કરવાની કામગીરી મોકૂફ રાખવા વિનંતી કરેલ. જે તમામ મુદ્દાઓનું કલેકટર સાહેબ દ્વારા હકારાત્મક અભિગમ રાખી લોકોને રાહત પોહચી તેવી ખાત્રી આપેલ હતી.

અહેવાલ:-દિપક જોશી (ગીર સોમનાથ)