ગીર સોમનાથ જિલ્લાના યાત્રાધામ પ્રાચીમા ફટાફટ છત્રી રીપેર કરતા ધીરુભાઈ નગાણી.

ગીર સોમનાથ

વરસાદમાં પ્રત્યેક માનવીને સૌથી વધુ સધીયારો આપતો હોય તો તે છત્રી છે. વરસાદ ભલે થોડો વધતો હોય પરંતુ માણસ છત્રી વગર બહાર નીકળતો નથી. ચોમાસાના પ્રારંભમાં પહેલા વરસાદમાં લોકો પ્રેમથી ભીંજાય તે અલગ વાત છે. પરંતુ ધોધમાર કે અનરાધાર વરસાદ હોય ત્યારે તમારે ફરજિયાત છત્રી સાથે નીકળવું જ પડે. પરંતુ જો જરૂર પડે ત્યારે જ છત્રીમાં કોઈ ખરાબી હોય, ફાટી ગઈ હોય તો લોકો નવી છત્રી લેવાનું ઓછું પસંદ કરે છે. પરંતુ છત્રીનું મરામત કરવાનું પહેલા વિચારે છે.

આવી બધી વાતોમાં જ્યારે છત્રી સાંધવાની જરૂર હોય ત્યારે ગીર સોમનાથ જિલ્લાના પ્રાચી ગામમાં જૂનૂ અને જાણીતું એકમાત્ર ધીરુભાઈનું નામ સૌના મુખમાં આવે. કારણ કે છત્રી ફટાફટ રિપેર કરવા માટે ધીરુભાઈ અનન્ય કારીગરી જાણે છે. તેઓની પાસે છત્રી રીપેર કરાવવા આવનાર તમામને ફટાફટ છત્રી રીપેર કરી આપે છે. એટલે જ પ્રાચીમાં જ્યારે પણ કોઈ છત્રી રીપેર કરવાનું નામ લે ત્યારે પ્રત્યેક લોકો ધીરુભાઈ પાસે જવાની સલાહ આપે છે. સૌ સાથે મળતાવળો સ્વભાવ ધરાવનાર ધીરુભાઈ પોતાની છત્રી રીપેર કરવાની આવડતથી સૌમા પ્રશંસા પાત્ર બન્યા છે.

અહેવાલ – દિપક જોશી (પ્રાચી ગીર સોમનાથ)