ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ, ઉના અને કોડીનારમાં દિવ્યાંગ બાળકો માટે મેગા એસેસમેન્ટ કેમ્પ યોજાશે.

વેરાવળ: નેશનલ એજ્યુકેશન પોલિસી 2020ના પાંચ વર્ષ પૂર્ણ થવાના અવસરે, તેના વિઝનને સાકાર કરવા માટે સમગ્ર દેશમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. તેમાંના એક ભાગ રૂપે, ગીર સોમનાથ જિલ્લામાં પણ દિવ્યાંગ બાળકો માટે વિશાળ એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં બાળકોને વિવિધ યોજનાકીય લાભો પૂરા પાડીશકાશે.

આ વિષયક મળતી વિગતો મુજબ, 1થી 4 ઓગસ્ટ 2025 દરમિયાન જિલ્લા નિવાસી વિવિધ તાલુકાઓમાં અલગ-અલગ તારીખે નીચે મુજબ મેગા કેમ્પ યોજાશે:

🔹 1 ઓગસ્ટ – વેરાવળ (સ્થળ: BRC ભવન): વેરાવળ અને તાલાલા તાલુકાના બાળકો માટે
🔹 2 ઓગસ્ટ – ઉના (સ્થળ: BRC ભવન): ઉના અને ગીરગઢડા તાલુકાના બાળકો માટે
🔹 4 ઓગસ્ટ – કોડીનાર (સ્થળ: BRC ભવન): કોડીનાર અને સૂત્રાપાડા તાલુકાના બાળકો માટે

તમામ કેમ્પો સવારે 10:30 વાગ્યે શરૂ થશે, જેમાં દિવ્યાંગ બાળકોનું ઓળખ અને મૂલ્યાંકન કાર્ય કરવામાં આવશે. ત્યારબાદ તેઓને જરૂરી સહાયક સાધનો અને યોજનાકીય લાભોનો વિતરણ કરવામાં આવશે.

આ અભિયાન ‘અખિલ ભારતીય રાષ્ટ્રીય શિક્ષા સમાગમ’ દ્વારા સમગ્ર શિક્ષા કાર્યક્રમ હેઠળ શરૂ કરવામાં આવ્યું છે, જેના મુખ્ય ઉદ્દેશ્ય છે કે કોઈ પણ દિવ્યાંગ બાળક સંચાલિત યોજનાઓના લાભથી વંચિત ન રહે.

જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને સમગ્ર શિક્ષા જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટરે પણ સ્પષ્ટ સૂચના આપી છે કે દરેક તબક્કે યોજના વિશે સમગ્ર જનજાગૃતિ કરવામાં આવે અને તમામ પાત્ર બાળકો સુધી માહીતી પહોંચાડવામાં આવે.


અહેવાલ – પ્રકાશ કારાણી, વેરાવળ-સોમનાથ