સરકાર દ્વારા રાજયનાં સફાઈ કામદારો અને તેઓના આશ્રિતો માટે કે જેઓ ખુલ્લો પ્લોટ અથવા કાચુ મકાન ધરાવતાં હોય તેવાં અરજદારોને પાકા આવાસ બનાવવા માટે ડૉ. આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજના અમલમાં છે. આ યોજનાનો લાભ સફાઈ કામદારો અને તેઓના અશ્રિતોને મળવાપાત્ર છે. આ યોજના હેઠળ વ્યકિતગત રૂા.૧,૭૦,૦૦૦ની સહાય ચાર હપ્તામાં આપવાની જોગવાઈ છે.
વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન ગીર સોમનાથ જિલ્લાના સફાઇ કામદારો અને તેના આશ્રિતોને આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તેવાં અરજદારોએ https://csamajkalyan.gujarat.gov.in પર ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનાં રહેશે.
ઓનલાઈન અરજી કરતા સમયે PORTAL પર ઉપલબ્ધ માર્ગદર્શક સુચનાઓ મુજબ જરૂરી સાધનિક કાગળો અરજદારોએ માત્ર ઓનલાઈન SUBMIT કરવાના રહેશે. જયારે સંબંધિત અધિકારી જણાવે ત્યારે અસલ કોપી રજુ કરવાની રહેશે. વધુ માહિતી માટે ગીર સોમનાથ જિલ્લાના નાયબ નિયામક (અ.જા.૬.) અને જિલ્લા મેનેજર, ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમની જિલ્લા કક્ષાની કચેરીનો સંપર્ક કરવા મેનેજીંગ ડિરેક્ટર, ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમની યાદીમાં જણાવાયું છે.
અહેવાલ : પ્રકાશ કારાણી વેરાવળ