ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના પ્રાંચી સ્થિત મોક્ષ પીપળે પિતૃ તર્પણ માટે ભાવિકોનો ઉમટ્યો પ્રવાહ

સોમનાથ

આજે સોમવારે અમાસને દિવસે ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના પ્રાંચી સ્થિત મોક્ષ પીપળે પિતૃ તર્પણ માટે ભાવિકોનો ઉમટ્યો પ્રવાહ, સોમવારઅને સોમવતી અમાસનો શુભગ સંયોગ જૂજ આવે છે. ત્યારે માધવરાયજી ભગવાનનાં સાનિધ્યે પ્રાચી તિર્થે આવેલા મોક્ષ પીપળાને આ દિવસે પાણી આપવું અત્યંત શુભ માનવામાં આવે છે.આજનાં દિવસે મોટી સંખ્યામાં ભક્તો પ્રાચી પવિત્ર સરસ્વતી કુંડમાં સ્નાન કરી પિતૃ તર્પણ કરી પુણ્યનું ભાથુ બાંધી રહ્યા છે.

ગીર સોમનાથ જિલ્લાનાં સુત્રાપાડા તાલુકામાં આવેલું પ્રાંચી ગામ અતિ પ્રાચીન છે.જેનું વર્ણન સ્કંદ પુરાણમાં મળી આવે છે.પ્રભાસ ક્ષેત્રમાં સરસ્વતી નદી તટે આવેલાં પ્રાંચી તિર્થે પૌરાણિક પીપળો આવેલો છે.આ પીપળે આજના દિવસે પાણી રેડી પિતૃ તર્પણ કરવાથી પિતૃઓને મોક્ષગતિની પ્રાપ્તિ થાય છે. મનને શાંતિ મળે છે. સરસ્વતી નદી પૂર્વ તરફ વહે છે. ભારતીય દર્શન શાસ્ત્ર અને સંસ્કૃતિ કહે છે…’પૂર્વ તરફ આગળ વધો.’ પ્રભાસ ક્ષેત્રમાં સોમનાથ મહાદેવ સાક્ષાત બિરાજેલા છે.આજે અમાસનાં દિવસે પ્રાંચી તીર્થ ખાતે આવેલી સરસ્વતી નદીનાં કુંડમાં સ્નાન કરી અહીં બિરાજમાન માધવરાયજી ભગવાનનાં દર્શન કરવા અને મોક્ષ પીપળે પાણી રેડવાનું અનોખું મહત્વ છે.ભગવાન શ્રીકૃષ્ણ એ પણ અહીં મોક્ષ પીપળે તર્પણ કરી યાદવકુળને મોક્ષની પ્રાપ્તિ કરાવી હતી. સોમવતી અમાસે અહીંના પીપળે પાણી રેડી તર્પણ કરવાથી સાત પેઢીનાં પૂર્વજોની આત્માને શાતા મળે છે પ્રભાસક્ષેત્રમાં આવેલા પ્રાંચી તિર્થે આજે અમાસે સેંકડો લોકો ઠેક ઠેકાણેથી પિતૃ તર્પણ કરવા આવ્યા છે.ગુજરાત ભરમાંથી પધારેલા શ્રદ્ધાળુઓ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવનાં દર્શન કરી પ્રાંચી આવે છે.અહીંના પવિત્ર કુંડમાં સ્નાન કરી,મોક્ષ પીપળે પાણી રેડી પિતૃતર્પણ કર્યા બાદ માધવરાયજી ભગવાનનાં દર્શન કરી ધન્યતા અનુભવે છે.તો સાથોસાથ મનોવાંછિત ફળની કામનાં કરી પિતૃઓના આશીર્વાદ મેળવે છે. સોમવાર ને અમાસે અહીંનાં મોક્ષ પીપળે પાણી રેડવાથી પુણ્યફળની પ્રાપ્તિ થાય છે.એટલેજ કહેવાય છે કે, “સો વાર કાશી અને એકવાર પ્રાંચી.”

અહેવાલ :- દિપક જોષી (ગીર સોમનાથ)