
ગીર સોમનાથ, 9 મેઃ
પ્રભારી સચિવ, જેનુ દેવાને ગીર સોમનાથ જિલ્લામાં વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સજ્જતાની સમીક્ષા બેઠક યોજી.
આ બેઠકમાં કાલ્પનિક આપાતકાલીન પરિસ્થિતિ માટે આકસ્મિક સંજોગોમાં સલામતી, ફાયર, અને મેડિકલ સુવિધાઓ વિશેની તૈયારી અને વ્યવસ્થાઓની વિગતવાર સમીક્ષા કરવામાં આવી.
મુખ્ય મુદ્દાઓ:
- સુરક્ષા અને સંકલન:
પ્રભારી સચિવએ આકસ્મિક પરિસ્થિતિ દરમિયાન સુરક્ષા, ફાયર, અને મેડિકલ સુવિધાઓ, તેમજ વ્યાવસાયિક સાધનો માટે પુરૂ પાડવામાં આવેલી કાળજીનો વિગતવાર સમીક્ષા કરી. - જિલ્લાની તૈયારીઓ:
બ્લેકઆઉટ ડ્રીલ અને યુદ્ધ સ્થિતિની તાલીમ મોકડ્રીલ દ્વારા સંકલિત કરવામાં આવી છે.
રાષ્ટ્રીય સુરક્ષા માટે, આરોગ્ય સુવિધાઓ, રક્ત, ઓક્સિજન, વેંટિલેટર, એમ્બ્યુલન્સ, અને ઓક્સિજન પ્લાન્ટ જેવા મહત્વના સાધનોની પણ ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવી. - અન્ય મુદ્દા:
ખોટી માહિતીના પ્રસારણ પર કાબૂ રાખવા, સોમનાથ મંદિરની સુરક્ષા, પાણી અને ટ્રાન્સપોર્ટ જેવી જરૂરીયાતોની સમીક્ષા કરી.
પ્રભારી સચિવએ રાજ્ય સરકારના તમામ કર્મચારીઓની રજા કૅન્સલ કરી અને એલર્ટ મૉડ પર રહી મુશ્કિલ પરિસ્થિતિ માટે તંત્રને તૈયાર રહેવાનો સૂચન આપ્યું.
કલેકટર, પોલીસ, અને વિકાસ અધિકારીઓને આ બેઠકમાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
અહેવાલ:– પ્રકાશ કારાણી, વેરાવળ