ગીર સોમનાથ જિલ્લામાં તપોવન વિદ્યા સંકુલનો શ્રેષ્ઠ પરિણામ

12 સાયન્સ અને કોમર્સમાં સિંહગર્જના કરી ગીર સોમનાથના વિદ્યાર્થીઓએ નિહાળ્યું છે શ્રેષ્ઠ પરિણામ

આકોલવાડી, ગીર:
તપોવન વિદ્યા સંકુલ, આકોલવાડી, જે 2008 થી ગીર સોમનાથ જિલ્લામાં શ્રેષ્ઠ શિક્ષણ પ્રદાન કરી રહ્યો છે, એ 2025 ના ધોરણ 12 (સાયન્સ અને કોમર્સ) ના પરિણામમાં ફરી એકવાર સૌથી શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કર્યું છે. આ સંસ્થાના વિદ્યાર્થીઓએ આ વર્ષે 12 સાયન્સ અને કોમર્સ બંને વિષયમાં નોંધપાત્ર કાર્ય પ્રદર્શિત કર્યું છે.

12 સાયન્સમાં, એ-વન ગ્રેડ સાથે બે વિદ્યાર્થી જિલ્લા ટોપ ટેનમાં સ્થાન પામ્યા છે, જ્યારે 12 કોમર્સમાં છ વિદ્યાર્થીઓએ એ-વન ગ્રેડ સાથે સિંહગર્જના કરી છે. આમાં, ગણિત વિષયમાં સેંજલીયા મોહિતને 100 માંથી 100 ગુણ મળ્યા છે, અને એકાઉન્ટ્સ વિષયમાં બે વિદ્યાર્થી એ પણ 100 માંથી 100 ગુણ મેળવ્યા છે.

તપોવન વિદ્યા સંકુલકુદરતના સાનિધ્યમાં વૃક્ષોથી ઘેરાયેલા વાતાવરણમાં શિક્ષણ પ્રદાન કરી રહ્યો છે. અહીં, વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ શિક્ષણ મળવાનું મુખ્ય કારણ એ છે કે સંસ્થાના તમામ વિષયના તજજ્ઞ શિક્ષકો જ સંચાલકો છે. આ સંસ્થાનું વલણ એ છે કે, વિદ્યાર્થીઓના સ્વપ્નને સાકાર કરવું અને અદ્યતન અભ્યાસ માટે શ્રેષ્ઠ માહોલ પ્રદાન કરવો.

સંસ્થાના સંચાલક રાજેશભાઈ પાનેલીયાએ જણાવ્યુ કે, **રોજગાર માટે સંસ્થા દ્વારા વિધાર્થીઓના અદ્યતન ક્વોલિફાઇડ શિક્ષકો દ્વારા પૂરી પાડવામાં આવે છે.

અહેવાલ : દિપક જોશી, ગીર સોમનાથ