ગીર સોમનાથ જિલ્લામાં વર્લ્ડ એન્વાયર્મેન્ટ ડેની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાશે!

તા. ૨૨ મે થી ૫ જૂન સુધી શાળા-કોલેજો, જાહેર સ્થળો પર પ્લાસ્ટિક મુક્ત અભિયાનના કાર્યક્રમો યોજાશે

ગીર સોમનાથ: વિશ્વ પર્યાવરણ દિવસ (૫ જૂન) નિમિત્તે જિલ્લામાં વિવિધ સ્તરે જનજાગૃતિ વધારવાના ઉદ્દેશ્યથી વિશાળ પ્રમાણમાં કાર્યક્રમો યોજાશે. તા. ૨૨ મે થી ૫ જૂન સુધી ‘પ્લાસ્ટિક મુક્ત અભિયાન’ અંતર્ગત શાળા-કોલેજો, બસ અને રેલવે સ્ટેશન તેમજ ગ્રામ્ય-શહેરી વિસ્તારોમાં વિવિધ પ્રવૃત્તિઓ યોજાવાની છે.

જિલ્લા કલેકટર એન.વી. ઉપાધ્યાયની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં આ કાર્યક્રમો અંગે સુનિયોજિત યોજના તૈયાર કરાઈ હતી. કલેક્ટરશ્રીએ જણાવ્યુ હતું કે, “પર્યાવરણની રક્ષા માટે યોજનાબદ્ધ પ્રયાસો અને સંસ્થા સહયોગ થકી નોંધપાત્ર ફેરફાર લાવી શકાય છે.”

આવતાં દિવસોમાં યોજાનાર મુખ્ય કાર્યક્રમો

  • પ્લાસ્ટિક મુક્તિ અંગે રેલી, સાઈકલ યાત્રા
  • નુક્કડ નાટકો, સ્પર્ધાઓ, સ્પોર્ટ્સ એક્ટિવિટી
  • શાળાઓમાં લેફલેટ વિતરણ, બ્લોગ, પોસ્ટ, પોડકાસ્ટ દ્વારા પ્રચાર
  • રેલવે અને બસ સ્ટેશન પર સ્વચ્છતા ઝુંબેશ
  • વૃક્ષારોપણ અને ઉર્જા સંરક્ષણ કાર્યક્રમો

આ વર્ષે વર્લ્ડ એન્વાયર્મેન્ટ ડેની થીમ: “Beat Plastic Pollution” અંતર્ગત કાર્યક્રમોનું આયોજન રાજ્ય સરકારની માર્ગદર્શિકા મુજબ કરવામાં આવી રહ્યું છે.

મહત્વપૂર્ણ ઉપસ્થિતિ

આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ, જિલ્લા વિકાસ અધિકારી ડી.પી. ચૌહાણ, વન વિભાગના અશોક અમિન, જિલ્લા શિક્ષણાધિકારી એમ.પી. બોરીચા સહિત અનેક અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

વિશ્વ પર્યાવરણ દિવસના પ્રી-કેમ્પેઈન રૂપે યોજાનાર આ કાર્યક્રમો દ્વારા ગીર સોમનાથ જિલ્લામાં પર્યાવરણ જાગૃતિના પ્રયાસોને નવા પંખો મળશે તેવુ તંત્ર દ્વારા આશાવાદ વ્યક્ત કરાયો છે.

📍 અહેવાલ: પ્રકાશ કારાણી – વેરાવળ