ગિર સોમનાથ: પ્રિ-ખરીફ કેમ્પેઇન અંતર્ગત વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનનો શુભારંભ ગીર સોમનાથ જિલ્લામાં ૨૯ મે ૨૦૨૫થી કરવામાં આવ્યો છે. અભિયાનના ચોથા દિવસે કોડીનાર તાલુકાના સાંઢણીધાર, ઘાંટવડ, કરેડા અને ઉના તાલુકાના પાલડી, તડ, ભાડાસી સહિત કુલ ૬ ગામોમાં કેવિકેના વરિષ્ઠ વૈજ્ઞાનિકો, વિષય નિષ્ણાંત, આઈ.સી.એ.આર.ના વૈજ્ઞાનિકો, ખેતીવાડી, બાગાયત તથા આત્મા પ્રોજેક્ટના ડાયરેક્ટર, ડેપ્યુટી ડાયરેક્ટર અને અન્ય અધિકારીઓ સાથે એફ.પી.ઑ અને ઈફકો કંપનીના પ્રતિનિધિઓએ આગાહી કરેલી આગામી ચોમાસુ ઋતુ માટે ખેતી અને પશુપાલન વિષયક માર્ગદર્શન અને સરકારની વિવિધ યોજનાઓ, પ્રાકૃતિક ખેતી તેમજ ડ્રોન ટેક્નોલોજી પર પ્રત્યક્ષ માર્ગદર્શન પૂરું પાડ્યું.
આજે, ૧ જૂન ૨૦૨૫ના રોજ કુલ ૬ ગામોમાં આ અભિયાનમાં ૫૦૦ થી વધુ ખેડૂતો અને ખેડૂત મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો.
અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ