ગીર સોમનાથ જિલ્લામાં વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન અંતર્ગત ડ્રોન પ્રદર્શન યોજાયું

ગીર સોમનાથ જિલ્લામાં વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનના પાંચમા દિવસે ૨ જૂન, સુત્રાપાડા તાલુકાના ધામળેજ, સિંગસર અને લોઢવા તેમજ ઉના તાલુકાના સુલતાનપુર, કાણકબરડા અને અમોદ્રા ગ્રામણ વિસ્તારોમાં કુલ ૬ ગામોમાં કૃષિ સંકળાયેલા ખેડૂતો માટે ડ્રોન ટેક્નોલોજી અને પ્રાકૃતિક ખેતી અંગે વિશેષ પ્રદર્શન યોજાયું હતું.

કેવીકેના વરિષ્ઠ વૈજ્ઞાનિકો, વડાશ્રી વિષય નિષ્ણાતો, આઈ.સી.એ.આર.ના વૈજ્ઞાનિકો, ખેતીવાડી અને બાગાયત ક્ષેત્રના અધિકારીઓ, એટમા પ્રોજેક્ટના પ્રતિનિધિઓ તેમજ એફ.પી.ઑ અને ઈફકો કંપનીના પ્રતિનિધિઓએ ખેડૂતો અને ખેત મહિલાઓને આગામી ચોમાસું ઋતુ માટે ખેતી સંબંધિત મહત્વપૂર્ણ માહિતી આપી, સરકારની વિવિધ યોજનાઓ અને ડ્રોન ટેક્નોલોજી દ્વારા ખેતી કેવી રીતે સુધારી શકાય તે અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું.

આ પ્રસંગે કુલ ૪૨૫ થી વધુ ખેડૂતો અને ખેત મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ