ગીર સોમનાથ: નાલીયા માંડવી ગામે જુગાર ધમધમતું ઝડપાયો, ૯ શખ્સ ઝડપાયા અને રૂ. ૫૨,૫૦૦ ની રોકડ જપ્ત!

ગિર સોમનાથ, તા.5 જૂન:
નવાબંદર મરીન પોલીસ સ્ટેશન હદના નાલીયા માંડવી ગામના નવાપરા વિસ્તારમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે એલ.સી.બી. ગીર સોમનાથ દ્વારા રેડ પાડી મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં ૯ જુગારીઓને ઝડપી પાડી રોકડ રૂ. ૫૨,૫૦૦/- સહીત જુગાર સાહિત્ય કબ્જે કરવામાં આવ્યું છે.

આ સમગ્ર કાર્યવાહી ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર એ.બી. જાડેજાના માર્ગદર્શન હેઠળ અને પો.સબ ઈન્સ્પેક્ટર એ.સી. સિંધવ તથા ટીમના મેમ્બરોએ સંયુક્તપણે પેટ્રોલીંગ દરમિયાન આચરી હતી.

✔️ પકડાયેલા આરોપીઓની યાદી:

  1. પ્રકાશભાઈ પ્રેમજીભાઈ જાદવ
  2. સમીર ઉર્ફે બાડો ઇસુબભાઈ સુમરા
  3. રજાક ઉર્ફે મચ્છર હનીફભાઈ ચાવડા
  4. ઇમ્તીયાજ ઉર્ફે રાવડી દાદનભાઈ સુમરા
  5. ઉસ્માન ઉર્ફે બાબા બશીરશા શામદાર
  6. જલાલખાન અસ્લમખાન પઠાણ
  7. સલમાન ઉર્ફે સલ્લુ હબીબભાઈ શેખ
  8. ફારૂકભાઈ હનીફભાઈ મુલ્લા
  9. તારીફ ઉર્ફે તલવાર સતારભાઈ સુમરા

આ તમામ આરોપીઓ ઉના તાલુકાના નાલીયા માંડવી ગામના વિવિધ વિસ્તારોના રહીશો છે અને મોટાભાગે ડ્રાઇવીંગ અથવા મજૂરી કરે છે.

💰 કબ્જે કરાયેલ મુદામાલ:

  • રોકડ રકમ: ₹52,500/-
  • જુગારના સાહિત્ય સહિત પાથરણાં
  • કુલ કિંમત: ₹52,500/-

આ મામલે નવાબંદર મરીન પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરાઈ છે.

👮‍♂️ કાર્યમાં જોડાયેલ સ્ટાફ:

એલ.સી.બી.ના પો.હેડ કોન્સ. કમલેશ પીઠીયા, રાજુ ગઢીયા, ગોવિંદસિંહ વાળા, ધર્મેન્દ્રસિંહ ગોહીલ, તથા પેરોલ ફર્લો સ્કવોડના એ.એસ.આઈ. સુભાષભાઈ ચાવડા, પ્રવિણભાઈ મોરી અને રવિરાજસિંહ બારડ સહિતની ટીમે સફળતા મેળવી છે.

🔹 અહેવાલ: પ્રકાશ કારાણી, વેરાવળ