ગીર સોમનાથ ના વડામથક વેરાવળ ખાતે સમસ્ત ખારવાસમાજ દ્રારા 23 મા સમૂહલગ્ન નુ ભવ્ય આયોજન કરવામા આવ્યુ.

સોમનાથ

ગીર સોમનાથ ના વડામથક વેરાવળ ખાતે સમસ્ત ખારવાસમાજ દ્રારા 23 મા સમૂહલગ્ન નુ ભવ્ય આયોજન કરવામા આવ્યુ .સોના,ચાંદી સહીત ઘરવપરાશનુ તમામ ચીજવસ્તુઓ કરીયાવરમા આપવામા આવી .

પવઁતો જેવા ઉચા ઉચા મોજા ઓળંગીને દરીયામા માછીમારી કરતો સાહસીક ખારવાસમાજ ની વેરાવળમા સૌથી વધુ વસ્તી ધરાવે છે .દેશ અને દુનીયાને દર વર્ષે કરોડોનુ હુડીયામણ આપે છે ત્યારે હાલ ચોમાસા દરમિયાન માછીમારીની સીઝન બંધ હોય છે અને દરેક માછીમારો પોતાના ઘરે હોય છે ત્યારે આ સમયનો ઉપયોગ તેઓ લગ્નમા કરે છે .આમ તો 1998 થી ખારવાસમાજ દ્રારા સમૂહલગ્ન ની શરુઆત થઈ હતી જેતે સમયે 350 થી વધુ દંપતીઓ જોડાયા હતા ત્યારબાદ પટેલ તરીકે જીતુભાઇ કુહાડા આવ્યા અને તેમણે પણ આ પરંપરા જાળવી રાખી . દેખાદેખી અને ખોટા ખર્ચ થી દુર રહી ઘર આંગણે પણ ન કરી શકાય એવા શાહી લગ્ન ખારવાસમાજ ના પટેલ તથા અગ્રણીઓ દ્રારા ભવ્ય આયોજન કરાય છે .ખારવાસમાજ ના અધ્યક્ષ કિશોર કુહાડા સહીત દાતાઓના સહયોગ થી તમામ કન્યાઓને સોના , ચાંદી સહીત તમામ ઘર વપરાશની ચીજ વસ્તુઓ કરીયાવરમા આપવામા આવેલ હતી . તેમજ સૌથી આકઁષણનુ કેન્દ્ર કે આ ખારવાસમાજ ના સમૂહલગ્ન મા આવતા તમામ રાજકીય, સામાજીક અને મહેમાનો માટે ડ્રાઇફુટ નો અલ્પાહાર આપવામા આવે છે .સમૂહલગ્ન,સમૂહભોજન,સમૂહવરઘોડો સહીતની તમામ વિધીઓમા સમસ્ત ખારવાસમાજ જોડાય છે .

અહેવાલ :- દિપક જોશી (ગીર સોમનાથ)