ગીર સોમનાથ: વેરાવળ વેસ્ટર્ન બજાજ ડીલરનું ટ્રેડ સર્ટિફિકેટ રદ્દ, 180 બાઇક ગેરકાયદે વેચાણનો કૌભાંડ ખુલ્લો

ગીર સોમનાથ જીલ્લાના વેરાવળ વિસ્તારમાં આવેલ વેસ્ટર્ન બજાજ ડીલરનું ટ્રેડ સર્ટિફિકેટ રાજ્યના RTO કમિશનર, ગાંધીનગર દ્વારા સાત દિવસ માટે રદ્દ કરાયું છે. આ કાર્યવાહી જૂનાગઢ RTO દ્વારા થયેલી કૌભાંડની તપાસ પછી હાથ ધરવામાં આવી છે.

જૂનાગઢ RTO ની ટીમે કેશોદ ખાતે ડિસેમ્બર 2024 માં રેડ કરી હતી, જ્યાં વેસ્ટર્ન ઓટો એજન્સી દ્વારા 180 બાઇક ગેરકાયદે વેચાણ કરવાની ઘટનાનો ભંડાફોડ થયો હતો. આ બાઇકોના વેચાણ માટે બોગસ બિલો બનાવવાની અને જાળવણીની માહિતી મળી હતી.

આ તપાસ દરમિયાન સામે આવ્યું કે વેરાવળ વેસ્ટર્ન બજાજ ડીલર દ્વારા પણ કેશોદમાં ગેરકાયદે વાહન વેચાણ કરવામાં આવતું હતું. આ માટે ડીલરે ગેરકાયદે રીતે બોગસ બિઝનેસ ચલાવ્યો હોવાનું દરખાસ્તોમાં જણાયું છે.

કેશોદની વેસ્ટર્ન ઓટો એજન્સીનું પણ GST લાયસન્સ રદ્દ કરાયું છે.

જૂનાગઢ RTO ની દરખાસ્ત બાદ ગાંધીનગર RTO કમિશનરે કડક કાર્યવાહી કરી અને ટ્રેડ સર્ટિફિકેટ રદ કરી તે સાથે આ કૌભાંડ સામે મૂકવામાં આવ્યો છે.

આ કૌભાંડ સામે પોલીસ અને RTO દ્વારા વધુ તપાસ ચાલુ છે અને સંભવિત વધુ આરોપીઓની ધરપકડ માટે તપાસ ચાલુ છે.

સંવાદદાતા :– જગદીશ યાદવ, જૂનાગઢ