ગીર સોમનાથ: સુપાસી ગામમાં યુવકની હત્યા, મામલો ઉઠાવવાનું આવેદન!

ગીર સોમનાથ જીલ્લાના વેરાવળના સુપાસી ગામમાં યુવકની હત્યાના મામલે સુપાસી અને આસપાસના ગામના લોકો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. જિલ્લા કલેકટર અને પોલીસ વડાને આપેલા આવેદનમાં સુપાસી ગામના લોકોએ હત્યાના આરોપીઓને કડકથી કડક સજા આપવાની માંગ કરી છે.

પરિવારના આક્ષેપ પ્રમાણે, આવેદનપત્રમાં જણાવાયું છે કે આરોપીઓનું સરઘસ કાઢવું જોઈએ.

થોડા દિવસો પહેલા, રૂપિયાની લેતી-દેતીના કારણે સુપાસી ગામમાં એક યુવકની છરી મારીને હત્યા કરી હતી.

પોલીસે ઝડપથી કાર્યવાહી કરીને, ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી લીધી.

સંવાદદાતા: જગદીશ યાદવ, જૂનાગઢ.