ગુજરાતના બે મોટા નેતાઓ સામે કોર્ટનો સમન્સ? જાણો સત્ય શું છે!

રાજકોટ કોર્ટમાં હાજરી માટે નોટિસ, ધરપકડ વોરંટ નહીં

ગુજરાતના ભાજપના ધારાસભ્ય સી.જે. ચાવડા અને કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર સામે રાજકોટ કોર્ટ દ્વારા સમન્સ જાહેર કરાયું છે. કોર્ટમાં 21 માર્ચે હાજર રહેવા માટે નોટિસ અપાઈ છે, જેનો ધરપકડ વોરંટ સાથે કોઈ સંબંધ નથી.

શું છે સમગ્ર વિવાદ?

મામલો કુવાડવા રોડ પર આવેલી સહારા ઈન્ડિયાની જમીનના ઝોન ફેરફાર સાથે જોડાયેલો છે. સી.જે. ચાવડા, શૈલેષ પરમાર અને સુખરામ રાઠવા પર આરોપ મૂકવામાં આવ્યો હતો કે, તેઓએ ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ભાજપના નેતા નીતિન ભારદ્વાજ સામે 500 કરોડના કૌભાંડના આક્ષેપ કર્યા હતા.

આ આરોપોને ખોટા ગણાવતા, નીતિન ભારદ્વાજે રાજકોટ કોર્ટમાં બદનક્ષીનો દાવો કર્યો હતો, જ્યારે વિજય રૂપાણીએ ગાંધીનગર કોર્ટમાં પણ આવો જ દાવો કર્યો હતો. બાદમાં વિજય રૂપાણીએ પોતાનો દાવો પાછો ખેંચી લીધો હતો, અને રાજકોટ કોર્ટમાં પણ સમાધાન થઈ ગયું છે.

શૈલેષ પરમાર અને સી.જે. ચાવડાની પ્રતિક્રિયા

શૈલેષ પરમારે જણાવ્યું કે,
“કોર્ટમાં ગેરહાજરીને કારણે નોટિસ આપવામાં આવી છે. અમે કાયદેસર પગલાં લઈશું. समાધાન થઈ ગયું છે, અને કોર્ટમાં હાજર રહેવાની જ બાબત છે.”

સી.જે. ચાવડાએ પણ સ્પષ્ટતા કરતા કહ્યું કે,
“આ કોઈ ધરપકડ વોરંટ નથી, ફક્ત કોર્ટમાં હાજરી આપવા માટેની નોટિસ છે. સમગ્ર મામલે સમાધાન થઈ ગયું છે, અને કાયદેસર કાર્યવાહી ચાલુ રહેશે.”

📢 આગળના અપડેટ માટે જોડાયેલા રહો!

અહેવાલ :- ગુજરાત બ્યુરો