વેરાવળ, તા. ૨૧:
ગઈ બે વર્ષથી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં સાયબર છેતરપીંડીના ગુનાઓ આચરીને નાસતો ફરતો રહ્યો એક શાતિર આરોપી જયેશ ઉર્ફે ડેવીલ વિઠ્ઠલભાઇ ઝાલા (ઉ.વ. ૨૩) ને સુત્રાપાડા પોલીસની ટિમે ઝડપી પાડ્યો છે.
આ આરોપી મોબાઇલ લે-વેચની જાહેરાતમાં ફેરફાર કરી પોતાનો નંબર મૂકી ગ્રાહકો પાસેથી પહેલેથી પેમેન્ટ લઈ ફરાર થઇ જતો અને ફોન બંધ કરી દેતો – તેવી શાતિર પદ્ધતિથી અનેક લોકોને છેતરપિંડીનો ભોગ બનાવ્યો હતો.
🛑 આરોપીનો ગુનાહિત ઇતિહાસ:
જયેશ ઝાલા સામે રાજકોટ, સુરત, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં કુલ ૬ ગુના નોંધાયેલા છે, જેમાં IPC કલમો ૩૮૦, ૪૨૦, ૪૬૧, ૫૧૧, ૪૦૬, ૩૭૯ તથા IT એક્ટની કલમો ૬૬(ડી) સહિતના ગુનાઓનો સમાવેશ થાય છે. તેમાંમાંથી કેટલાક મુખ્ય ગુના આ છે:
- ભક્તિનગર, એ-ડિવિઝન (રાજકોટ)
- સલાબતપુરા, વરાછા (સુરત)
- કેશોદ (જૂનાગઢ)
- સુત્રાપાડા (ગીર સોમનાથ)
🚨 અટકની કાર્યવાહી:
સુત્રાપાડા પોલીસ સ્ટેશનના પો.ઈન્સ. એન.બી. ચૌહાણના માર્ગદર્શન હેઠળ પો.હેડ કોન્સ. જગદીશભાઇ ગોહીલ, પો.કોન્સ. રોહિતભાઇ ઝાલા, હરેશભાઇ વાજા અને અંકુલકુમાર નાઓએ સંયુક્ત રીતે પેટ્રોલીંગ દરમિયાન બાતમીના આધારે આરોપીને પકડી પાડ્યો હતો.
🛡️ કાયદેસરની કાર્યવાહી:
આરોપીની ધરપકડ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023ની કલમ 35(1)(જે) હેઠળ કરી ધોરણસર આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
🔎 પولીસ વલણ:
ગુનાખોરી સામે સખત વલણ રાખી આઇ.જી.પી. શ્રી નિલેશ જાજડીયા, પોલીસ અધ્યક્ષ શ્રી મનોહરસિંહ જાડેજા, ઇન્ચાર્જ SP શ્રી બી.એસ. વ્યાસ અને DYSP શ્રી વી.આર. ખેંગાર દ્વારા સમયાંતરે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે કે આવા નાસતા ફરતા ઇસમોને ઝડપી કાયદેસર પગલાં લેવામાં આવે.
📌 અહેવાલ: પ્રકાશ કારાણી, વેરાવળ