ગુજરાત
કેન્દ્ર સરકારના શાસનમાં જીએસટી વિભાગના મોટાભાગના અધિકારીઓ નિર્ભય બની ગયા છે. જેઑને હવે કોઈનો ડર નથી. અનેક અધિકારીઓ સામે જાગૃત નાગરિકો દ્વારા અરજીઓ પણ કરવામાં આવી રહી છે. હવે હાલમાં જ એક મામલો પ્રકાશમાં આવ્યો છે, કચ્છના સેન્ટ્રલ જીએસટી કમિશનર પી. આનંદકુમારનો થોડા સમય પહેલાનો એક વીડિયો વાયરલ થયો છે, જે ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ નિર્ભયપણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પોતાની સરખામણી કરતા જોવા મળી રહ્યા છે.
આજકાલ જોવામાં આવી રહ્યું છે કે આ IRS ઓફિસર પોતાને વડાપ્રધાન કરતા પણ ઊંચા માની રહ્યા છે. જે તેમને ઉદ્યોગપતિઓ સાથેની બેઠકમાં તેમણે નાટક કર્યું હતું.
આ અધિકારીએ જે રીતે નિર્દોષ વેપારીઓ સાથે વાત કરી હતી તેમાં કમિશનર પોતાની ખુરશીનો પાવર બતાવી રહ્યા છે કે કદાચ તેમને જે જોઈએ તે કરવાની સ્વતંત્રતા આપવામાં આવી હોય. વેપારી લોકો માટે તેમણે કોઈ માન નથી તેવું સાફ જણાઈ આવે છે.
થોડા મહિના પહેલા ભુજમાં ફેડરેશન ઓફ કચ્છ ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશનની બેઠક મળી હતી, જેમાં પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહેનારા આ આઈઆરએસ અધિકારી અને સેન્ટ્રલ જીએસટી કચ્છ કમિશનર પી. આનંદ કુમાર વધુ ચર્ચામાં આવ્યા છે. ભુજમાં બજેટ 2024ને ઉજાગર કરતો એક કાર્યક્રમ યોજાયો હતો. જ્યાં વેપારીઓ અને CGST ના અધિકારીઓએ હાજરી આપી હતી. તે દરમિયાન કમિશનર પી. આનંદકુમાર બિઝનેસમેનની મીટીંગમાં રોફ જમાવતા જોવા મળે છે. આ મિટિંગમાં એક વેપારી આ બાબુજીને ઝાટકતા નજરે પડ્યા હતા જેનું કારણ હતું કે 100થી વધુ વેપારીઓ કમિશનરની રાહ જોઈને બેઠેલા હતા. પછી કમિશનર આવ્યા ત્યારે તેઓ તેમના જ વિભાગના અધિકારીઓ પર ગુસ્સે થવા લાગ્યા અને આ મુખ્ય કાર્યક્રમને ભૂલીને હોબાળો કરવા લાગ્યા. તેમણે પોતે કહ્યું કે તેઓ પણ વડાપ્રધાન જેવું જ કરવા માગે છે અને આવું કહીને પોતાનું ગૌરવ બતાવવા માગે છે. નારાજ વેપારીઓની માફી માંગવાને બદલે પી. આનંદ કુમાર વડા પ્રધાન મોદીના એક પ્રસંગ વિશે બોલવા લાગ્યા. શરમ અનુભવવાને બદલે આ અધિકારીએ ગાજવા લાગ્યા કે જેમ મોદી પંજાબના ફિરોઝપુર રોડ પર રોકાઇ ગયા હતા અને પાછા વળી ગયા હતા, તેવી જ રીતે હું પણ અહીં આવતા પહેલા પાછા જવા માંગતો હતો છતાં પણ મે તેમ કર્યું નથી અને હું આ બેઠકમાં આવ્યો છું. અને આ બેઠકમાં વેપારીઓના જણાવ્યા મુજબ કમિશનર પી.આનંદકુમાર જાણે વેપારીઓને પોતાના ગુલામ માનતા હોય તેવું વર્તન કરી રહ્યા હતા. એવું લાગી રહ્યું હતું કે તેઓ વડાપ્રધાન મોદીનો દાખલો આપીને ઉદ્યોગપતિઓ પર ધાક જમાવી રહ્યા હોય.
જોકે, પી. આનંદકુમારે યાદ રાખવું જોઈએ કે તેઓ ન તો વડાપ્રધાન છે કે ન તો રાજનેતા પરંતુ તેઓ સરકારી અધિકારી છે. તેઓએ વ્યાપારીઓને વ્યવસાયમાં જે સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા તે અંગે ઉદ્યોગપતિઓ સાથે ચર્ચા કરવાને બદલે તેઓ તેમને ધમકાવી રહ્યા હતા અને નરેન્દ્ર મોદી સાથે પોતાની તુલના કરી રહ્યા હતા જે તદ્દન ખોટું છે. એવું લાગે છે કે કદાચ તેઑના ઉપરના લેવલ પર સારા સંબંધોને કારણે તેમને કોઈનો ડર નથી. અહીં ધંધાર્થીઓ ઘણા સમયથી પોતાનું કામ છોડીને તેમની રાહ જોઈ રહ્યા હતા અને આ અધિકારી સમય વીતી ગયા બાદ પણ બહુ મોડા પણ આવ્યા હતા અને જ્યારે કોઈએ તેમને કામની બહાર કોઈ ચર્ચા ન કરવાનું કહ્યું ત્યારે તેઓ ગુસ્સામાં દેખાયા હતા. વીડિયોમાંના તેમના શબ્દો પરથી સ્પષ્ટ થયું હતું કે તે ખોટી રીતે વેપારીઓને દબાવી રહ્યા છે અને ખોટું નિવેદન કરવાનો પ્રયાસ કરી રહ્યો હોય.
CIC અને નાણા મંત્રાલય આવા અધિકારીઓને કેમ સહન કરે છે અને તેમની સામે કોઈ પગલાં કેમ લેતું નથી?
સેન્ટ્રલ GST કમિશનરનો હોદ્દો ધરાવતા આ IRS અધિકારીનું આવું વર્તન અયોગ્ય છે. સરકારને કરોડો રૂપિયાનો જીએસટી ચૂકવનારા ઉદ્યોગપતિઓને સન્માન આપવાને બદલે સૌની સામે આવું વર્તન યોગ્ય નથી. હવે જોવાનું એ રહે છે કે દિલ્હીમાં બેઠેલા તેમના ઉચ્ચ અધિકારીઓ તેમને કોઈ સારી સલાહ આપે છે કે પછી તેઓ ઉદ્યોગપતિઓને પણ તુચ્છ માનશે કે કેમ? આપને જણાવી દઈએ કે આ ઘટના બાદ કચ્છના વેપારીઓમાં કમિશનર પી. આનંદ કુમાર સામે રોષ જોવા મળી રહ્યો છે. આ દિવસોમાં, કચ્છમાં CGST અધિકારીઑ દ્વારા ખોટી રીતે વેપારીઓની કનડગત કરવામાં આવી રહી હોવાની વાતો પણ સામે આવી રહી છે.
અહેવાલ :- બ્યુરો રિપોર્ટ (ગુજરાત)