ગુજરાતમાં ખેડૂતો માટે આઇ ખેડુત પોર્ટલ પર ૩/૭/૨૦૨૪ થી શરૂ થતી ડ્રોન ટેકનોલોજી યોજના શરૂ.

ગુજરાત

ખેડુતોની આવક બમણી કરવાના સરકારશ્રીના સંકલ્પને સાકાર કરવા વર્ષ ૨૦૨૪-૨૫ દરમ્યાન કૃષિ ક્ષેત્રમાં ડ્રોન ટેકનોલોજી – કૃષિ વિમાનના ઉપયોગ અંગેની સરકારશ્રી દ્રારા યોજના અમલમાં આવેલ છે. જે અંતર્ગત નેનો યુરીયા તેમજ દવાના છંટકાવ માટે ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. આ યોજનાનો લાભ લેવા આઇ-ખેડુત પોર્ટલ (I-KHEDUT) પર તા.૦૩/૦૭/૨૦૨૪ થી ઓનલાઇન અરજી કરી શકાશે. આ યોજના અંતર્ગત સહાયનું ધોરણ ખર્ચના ૯૦% અથવા વધુમાં વધુ રૂ।.૫૦૦/- બેમાંથી જે ઓછુ હોય તે રકમ પ્રતિ એકર પ્રતિ છંટકાવ મળવાપાત્ર થશે. ખાતા દિઠ નાણાંકિય વર્ષમાં વધુમાં વધુ કુલ પાંચ એકર અને વધુમાં વધુ પાંચ છંટકાવની મર્યાદામાં સહાય મળવાપાત્ર થશે.

પાક સંરક્ષણ રસાયણ, નેનો યુરિયા, FCO માન્ય પ્રવાહી ખાતરો, જૈવિક ખાતરોના છંટકાવમાં આ ડ્રોન ટેકનોલોજી મદદરૂપ નિવડશે. આ યોજનાની વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામ સેવક, વિસ્તરણ અધિકારી, ખેતી અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી, મદદનીશ ખેતી નિયામક, જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક(વિ), નાયબ ખેતી નિયામક(તાલીમ), વધુ માહિતી માટે કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર–૧૮૦૦૧૮૦૧૫૫૧ નો સંપર્ક કરી માહિતી મેળવી શકાશે.

અહેવાલ : ગુજરાત બ્યુરો