ગુજરાતમાં જનરક્ષક પ્રોજેક્ટનો પ્રારંભ : હવે માત્ર એક જ નંબર 112 પર મળશે તમામ તાત્કાલિક સેવા.

ગુજરાત સરકાર દ્વારા જનરક્ષક પ્રોજેક્ટ અંતર્ગત રાજ્યની સમગ્ર જનતાને તાત્કાલિક અને ઝડપી સેવા મળી રહે તે માટે મહત્ત્વપૂર્ણ પગલું ભરાયું છે.

હાલ સુધીમાં અકસ્માત કે આપત્તિ સમયે જનતાને અલગ-અલગ નંબર યાદ રાખવા પડતા હતા. પોલીસ માટે ૧૦૦, ફાયર માટે ૧૦૧, એમ્બ્યુલન્સ માટે ૧૦૮, મહિલા હેલ્પલાઇન માટે ૧૮૧, ટ્રાફિક હેલ્પલાઇન માટે ૧૯૩૦ સહિત વિવિધ નંબર કાર્યરત હતા. ઘણી વાર સંજોગો દરમિયાન યોગ્ય નંબર યાદ ન આવવાને કારણે લોકો સમયસર સહાય મેળવી શકતા ન હતા.

આ મુશ્કેલી દૂર કરવા રાજ્ય સરકાર દ્વારા જનરક્ષક પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. હવે કોઈપણ તાત્કાલિક સેવા માટે માત્ર એક જ નંબર ૧૧૨ ડાયલ કરવાથી પોલીસ, ફાયર, એમ્બ્યુલન્સ, મહિલા હેલ્પલાઇન સહિતની તમામ સેવાઓ એક જ પ્લેટફોર્મ પરથી ઉપલબ્ધ થશે.

આ પ્રોજેક્ટના અમલીકરણથી દુર્ઘટના કે અન્ય તાત્કાલિક પરિસ્થિતિઓમાં જનતાને ઝડપી સહાયતા પ્રાપ્ત થશે, તેમજ તંત્રની કાર્યક્ષમતામાં પણ વધારો થશે.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ