ગુજરાતીઓ મન મૂકીને મોડી રાત સુધી ગરબા રમી શકે તે માટે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આપ્યા ખુશીના સમાચાર.

Oplus_131072

સુરત

નવરાત્રિને લઇને રાજ્ય સરકારે મહત્ત્વનો નિર્ણય કર્યો છે. ખેલૈયાઓ રાતના 12 વાગ્યા પછી પણ ગરબા રમી શકશે. આયોજકોને પણ યોગ્ય આયોજન કરવા માટે અપીલ કરવામાં આવી છે.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, ગુજરાતી સવારે પાંચ વાગ્યા સુધી ગરબા રમશે તેની ચિંતા ના કરો. ગત વર્ષે પણ કોંગ્રેસે મારા પર PIL કરી હતી. ગુજરાતીઓ ગુજરાતમાં ગરબા નહીં રમે તો શું બહાર જઇને રમશે.લોકો જેટલા વાગ્યા સુધી ગરબા કરવા માંગે છે તે રમશે.

ગુજરાતીઓ તહેવારની ઉજવણી કરનારા લોકો છે. નવરાત્રિ ખુશીની ઉજવણીનો તહેવાર છે. લોકો એકબીજાને મળે છે, માતા અંબાની ભક્તિ કરે છે. આ ભક્તિ આ વર્ષે પણ એટલાં જ ઉત્સાહ અને આનંદ સાથે થશે.

જોકે, હર્ષ સંઘવીએ આ વિશે વધુ વાત કરતાં જણાવ્યું કે, ટેક્નિકલ જે વિષય છે તેમાં હું વધારે ઉંડાણમાં નહીં જઉં, પરંતુ વરસાદ વચ્ચે પણ લોકો ઉત્સાહ પૂર્વક અને જ્યાં સુધી ઈચ્છે ત્યાં સુધી રમી શકશે.

અહેવાલ:- અશ્વિન પાંડે (સુરત)