ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ & ટેકનોલોજી (ગુજરાત સરકાર) દ્વારા ગુજરાત સ્ટેમ ક્વિઝ સ્પર્ધા નું આયોજન.

જૂનાગઢ:

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી, ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીઓ માં વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરીંગ અને ગણિત (STEM) ક્ષેત્રમાં જ્ઞાન માં અભિવૃદ્ધિ થાય તેવા આશય થી સમગ્ર ગુજરાત રાજ્ય માં ધોરણ ૯ થી ૧૨ માં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ માટે સ્ટેમ ક્વિઝ સ્પર્ધા ૩.૦ ૨૦૨૪ નું આયોજન કરેલ છે.

આ સ્પર્ધા જિલ્લા, રાજ્ય કક્ષા અને રાષ્ટ્રિય કક્ષા એ ઓનલાઈન અને ઓફ લાઈન માધ્યમ થી સાયન્સ સીટી અમદાવાદ ખાતે યોજવામાં આવશે આ સ્પર્ધા ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ માં હશે આ સ્પર્ધા ની ઔપચારિક જાહેરાત શિક્ષણ અને વિજ્ઞાન,ટેકનોલોજી વિભાગ દ્વારા ૧ માસ પહેલા કરવામાં આવી હતી, હાલ રજી્ટ્રેશન ચાલી રહ્યું છે.

આ ક્વિઝ માં કોઈપણ બોર્ડ વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે છે રજીસ્ટ્રેશન માટે ની કોઈ ફી રાખવા માં આવેલ નથી આ ક્વિઝ માં હાલ ના વિકાસ અને વલણો પર આધારિત પ્રશ્નો હશે આ સ્પર્ધામાં બાર્ક,ડીઆરડીઓ અને ઈસરો જેવી સંસ્થા ની મુલાકાત સાથે બે કરોડ જેવી માતબર રકમ ના ઇનામો તો ખરા જ ભાગ લેનાર ને ઇ સર્ટિફિકેટ આપવામાં આવશે.

આ સ્પર્ધા માં સામેલ થવા માટે રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે
વિદ્યાર્થીઓ દ્વારા પોતાના મોબાઈલ થી રજિસ્ટ્રેશન :-https://stemquiz.gujarat.gov.in પર કરાવવાનું રહેશે.જેમની અંતિમ તારીખ ૩o જૂન ૨૦૨૪ છે, જૂનાગઢ જિલ્લા ના તમામ પ્રતિભાશાળી,રસ ધરાવતા વિદ્યાર્થીઓ વધુને વધુ ભાગ લે તેવા હેતુ થી જિલ્લા શિક્ષણાધિકારી શ્રી ડી.ઇ.ઓ કચેરી, જૂનાગઢ તથા શ્રી બ્રહ્માનંદજી લોક વિજ્ઞાન કેન્દ્ર જૂનાગઢ જહેમત ઉઠાવી રહયા છે આ સ્પર્ધા વિષે વધુ જાણકારી માટે લોક વિજ્ઞાન કેન્દ્ર ના શ્રી પ્રતાપસિંહ ઓરા- ૯૪૨૯૪ ૩૩૪૪૯ નો સંપર્ક જણાવવામા આવેલ છે.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)