ગુજરાત ના રાજ્ય મંત્રી પુરુષોત્તમભાઈ સોલંકીએ પોતાનો ૬૪ જન્મદિવસ ઉજવ્યો.

ભાવનગરઃ

કોળી સમાજના મસીહા પુરુષોત્તમભાઈ સોલંકીએ તેમનો ૬૪મો જન્મદિવસ ગાંધીનગર પોતાના નિવાસ સ્થાને ઉજવ્યો હતો જેમાં પરિવાર ના સભ્યો સહિત અન્ય ધારાસભ્યો અને શુભચિંતકો હાજર રહ્યા હતા .

મત્સ્ય ઉદ્યોગ રાજ્ય મંત્રી પુરુષોત્તમભાઈ સોલંકીએ તેમનો ૬૪મો જન્મદિવસ ગાંધીનગર પોતાના નિવાસ સ્થાને ઉજવ્યો જેમાં કોળી સેના પ્રમુખ હીરાભાઈ સોલંકી , દિવ્યેશભાઈ સોલંકી સહિત કોળી સમાજના ધારાસભ્ય તેમજ શુભેચ્છકો ભાઈ ને શુભેચ્છા પાઠવવા ગાંધીનગર તેમના નિવાસ સ્થાને પોહચ્યા હતા, ભાઈએ તેમના વક્તવ્યમાં કહ્યું કે હું દોઢ મહિનો હોસ્પિટલ માં રહીને આવ્યો છુ એનો મતલબ એવો નથી કી હું કમજોર પડી ગયો છુ અને હું કોઈ થી ડરતા શીખ્યો નથી , સાથે સાથે ભાવનગરના લોકસભા ઉમેદવાર નીમૂબેન બાંભણિયા નો ઉચ્ચાર કરતા નીમુબેન લોકસભા ની સીટ જીતી જવાના છે જે સંભળાતા ત્યાં ઉપસ્થીત લોકોએ તાળીઓ નો ગડગડાટ કર્યો હતો.

 

પૂર્વ મુખ્મંત્રી સ્વ.કેશુભાઈ પટેલ ની ૧૯૯૮ની સરકારથી લઇ ને ભુપેન્દ્રભાઈ પટેલ ની સરકાર સુધી ગુજરાતના પ્રથમ ધારાસભ્ય કે જેઓ સતત મંત્રીમંડળ માં રહ્યા છે.

ભાઈએ ફરી એક વાર હુંકાર કરી કહ્યુ છે કે હું કમજોર પડ્યો નથી તેમજ સમાજ ના લોકો ને કહ્યું તમને કોઈ પણ તકલીફ પડે મારા પાસે આવો ભાવનગર અને ગાંધીનગર ના દરવાજા ખુલ્લા છે .
ભાઈ દ્વારા પોતાના ભાષણમાં બોલાયેલા બે ખાસ વાક્યો હું કમજોર પડ્યો નથી અને હું કોઈ થી ડરતો નથી આગામી દિવસોમાં રાજકીય ક્ષેત્રે શું ઉથલ પાથલ કરે છે તે જોવાનું રહ્યું.

 

અહેવાલ :- સિદ્ધાર્થ ગોઘારી
ગામ (ભાવનગર)