ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા રાજય ના ઝોન-૮ના ડાયરેક્ટરશ્રીએ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ગીર સોમનાથની મૂલાકાત લીધી.

સોમનાથ

ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા રાજયના ઝોન ૮ના ડાયરેક્ટરશ્રી ડો.એસ.કે.રોય, આઈ.સી.એ.આર, અટારી-પૂને દ્રારા કૃષિ વિજ્ઞાન કેન્દ્રની મૂલાકાત કરવામાં આવી હતી. તેમણે કેવિકે દ્રારા આયોજીત ખેડૂત સભા દરમિયાન વાર્તાલાપ કર્યો અને પ્રગતિશીલ ખેડૂતોને પ્રમાણપત્ર એનાયત કરી પ્રોત્સાહિત કર્યા હતા. આ કાર્યક્રમ ડો.એચ.સી. છોડવડીયા, એડીઈ-જૂકૃયુ,જૂનાગઢ, શ્રી કિરીટભાઈ જસાણી, પ્રોગ્રામ મેનેજર,અંબુજા ફાઉન્ડેશન અને કૃપિ વિજ્ઞાન કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડાથી જીતેન્દ્રસિંહની ઉપસ્થિતિમાં યોજાયો હતો.

આ કાર્યક્રમ બાદ અતિથિશ્રી ઓએ કેવીકેના વિવિધ પ્રદર્શન એકમો જેવા કે કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, માટી અને પાણી પરિક્ષણ પ્રયોગશાળા, ગૃહ વિજ્ઞાન પ્રયોગ શાળા, કેવીકે મ્યુઝીયમ, મરઘા પાલન ડેમો યુનિટ, પ્રાકૃતિક કૃષિ ડેમો યુનિટ, એઝોલા-વર્મિકમ્પોસ્ટ યુનિટ તથા કેવિકે દ્રારા પ્રમોટેડ SFPCL FPO વગેરેની મૂલાકાત લીધી. મુખ્ય અતિથિ એવા ડાયરેક્ટરશ્રીએ કેવિકે ટીમ દ્રારા કરવામાં આવતી પ્રવૃતિઓ અંગે વાર્તાલાપ કરી પ્રશંસા કરેલ અને અભિનંદન પાઠવ્યા.

અહેવાલ:- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)