“ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહ 2025નું પરિણામ જાહેર”

જૂનાગઢ, 05 મે 2025:
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12ના વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહના પરિણામો આજે જાહેર કરવામાં આવ્યા છે.
જૂનાગઢ જિલ્લાનું વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 84.48% અને સામાન્ય પ્રવાહનું પરિણામ 89.15% રહ્યું છે.

વિજ્ઞાન પ્રવાહ:

જૂનાગઢ જિલ્લામાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 2534 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જેમાંથી 2532 વિદ્યાર્થી પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા અને 2139 પાસ થયા.
ગ્રેડ-વિઝ પરિણામ મુજબ:

  • A1 ગ્રેડ: 24
  • A2 ગ્રેડ: 279
  • B1 ગ્રેડ: 415
  • B2 ગ્રેડ: 537
  • C1 ગ્રેડ: 496
  • C2 ગ્રેડ: 331
  • D ગ્રેડ: 57
  • E1 (ના પાસ): 0
  • NI (નીડસ ઈમપ્રવમેન્ટ): 395

જૂનાગઢ જિલ્લામાં કેન્દ્ર મુજબ પરિણામ:

  • સરદારબાગ: 88.57%
  • મોતીબાગ: 81.55%
  • કેશોદ: 81.87%

સામાન્ય પ્રવાહ:

જૂનાગઢ જિલ્લામાં ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 9002 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જેમાંથી 8923 પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા અને 7955 પાસ થયા.
ગ્રેડ-વિઝ પરિણામ મુજબ:

  • A1 ગ્રેડ: 149
  • A2 ગ્રેડ: 1034
  • B1 ગ્રેડ: 1859
  • B2 ગ્રેડ: 2131
  • C1 ગ્રેડ: 1807
  • C2 ગ્રેડ: 883
  • D ગ્રેડ: 88
  • E1 (ના પાસ): 4
  • NI (નીડસ ઈમપ્રવમેન્ટ): 1047

જૂનાગઢ જિલ્લામાં કેન્દ્ર મુજબ પરિણામ:

  • જૂનાગઢ: 90.90%
  • માણાવદર: 90.02%
  • વિસાવદર: 89.34%
  • ભેસાણ: 89.62%
  • મેખડી: 96.46%
  • કેશોદ: 89.93%
  • માળીયાહાટીનાં: 89.51%
  • મેંદરડા: 94.97%
  • માંગરોળ: 79.20%
  • લોએજ: 93.33%
  • દીવરાણા: 85.31%
  • ખોરાસા (ગીર): 76.44%

અહેવાલ :- નરેન્દ્ર દવે અને જગદીશ યાદવ, જૂનાગઢ