જૂનાગઢ
ગુજરાત રાજ્ય પશુપાલન ખાતું,ગાંધીનગર અને ગુજરાત વેટરનરી કાઉન્સિલ ગાંધીનગરના નેજા હેઠળ તારીખ 9/ 8/ 24 ના રોજ વેટરનરી કોલેજ, કૃષિ કેમ્પસ,જૂનાગઢ ખાતે એક દિવસની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં ગુજરાત ભરના 50 જેટલા વેટરનરી ઓફિસર આવેલા હતા. આ તાલીમમાં પશુચિકિત્સોને હાલમાં ફીલ્ડમાં થતી વિવિધ મુશ્કેલીઓમાં કેવી રીતના સામનો કરવો એ બાબત ની ટ્રેનિંગ આપવામાં આવી હતી. આ ટ્રેનિંગમાં આ જૂનાગઢની વેટરનરી મહાવિદ્યાલય ના વિવિધ વિભાગના એક્સપર્ટ દ્વારા લેક્ચર અને પ્રેક્ટીકલ આપવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમ વેટરનરી મહા વિધાલય ના ડો. પી એચ ટાંક તથા જીવીસી ના હેડ ડો. સંજય ડાભી ના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વેટરનરી હોસ્પિટલના હેડ ડો.આર એચ ભટ્ટ અને તેમની ટીમ દ્વારા સમગ્ર તાલીમનું સંચાલન કરવામાં આવ્યું હતું તેમ એક યાદીમાં જણાવેલ છે.
અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)