ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા જૂનાગઢ ખાતે નિશુલ્ક યોગ ટ્રેનર તાલિમ શરૂ થશે.

જૂનાગઢ

જૂનાગઢ ગુજરાત રાજ્ય બોર્ડ દ્વારા જૂનાગઢ ખાતે યોગ કોચ વૈશાલી ચુડાસમા દ્વારા યોગ ટ્રેનર તાલિમ આપવામાં આવશે. તેમજ આ તાલિમ પુરી કરનાર તાલિમાર્થીને સરકાર માન્ય યોગ ટ્રેનરનું સર્ટિફિકેટ આપવામાં આવશે. તથા તાલિમાર્થી પોતાના યોગ ક્લાસ શરુ કરી ગુજરાત રાજ્ય બોર્ડ દ્વારા માનદ વેતન પણ મેળવી શકશે.

યોગ તાલિમ સવારે ૬:૩૦ થી ૭:૩૦ અને સાંજે ૪:૩૦ થી ૫:૩૦ દરમિયાન કાલરિયા સ્કુલ સામે, રાધે ક્રિષ્ના બંગલો, મોતી બાગ રોડ, જૂનાગઢ ખાતે રાખવામાં આવેલ છે. મર્યાદિત સંખ્યા હોવાથી વહેલા તે પહેલા ના ધોરણે ૯૭૨૭૦૨૧૨૫૮ પર રજિસ્ટ્રેશન કરાવવું. વધુ માહિતી માટે મો.નં ૯૭૨૭૦૨૧૨૫૮ પર સંપર્ક કરવો.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)