ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઇ ચૌધરીએ મા અંબાના આશીર્વાદ મેળવ્યા

અંબાજી
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઇ ચૌધરીએ યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજી ખાતે જગતજનની મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

અંબાજી ખાતે સીડ બોલ વાવેતર અભિયાનના શુભારંભ પ્રસંગે પધારેલા અધ્યક્ષશ્રીએ આદ્યશક્તિ મા અંબાના ચરણે શીશ ઝુકાવી રાજ્યની સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. ગુજરાત સહિત ભારતભરમાંથી આવતા લાખો શ્રદ્ધાળુઓની આસ્થાના કેન્દ્ર સમા અંબાજી ધામના દર્શન કરી અધ્યક્ષશ્રી શંકરભાઇ ચૌધરીએ મા અંબાના આશીર્વાદ મેળવ્યા હતા.

અહેવાલ :- રાજુભાઈ જોષી અંબાજી