જૂનાગઢ
ગુજરાત સરકારના ગુજકોસ્ટ ,શ્રી બ્રહ્માનંદજી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર, જૂનાગઢ દ્વારા નેશનલ સાયન્સ સેમીનાર 2024 યોજવામાં આવેલ, જેમની થીમ કૃત્રિમ બુદ્ધિમતા : સંભાવનાઓ અને ચિંતાઓ (Artificial intelligence: potential & concerns) રાખવામાં આવેલ.
આ સ્પર્ધા માં 23 શાળા ના વિદ્યાર્થિઓએ ભાગ લીધો હતો વિષયને અનુરૂપ વિધાર્થીઓ દ્વારા 6 મિનિટ નું પ્રેઝન્ટેશન આપ્યું હતું જેમાં પ્રથમ ક્રમાંક વિઠલાણી પ્રિશા, જાવિયા સ્કુલિંગ સીસ્ટમ ,જુનાગઢ તથા દ્વિતીય સ્થાને વાઢેર ક્રિશા, પ્રેમાનંદ વિદ્યા મંદિર ,જુનાગઢ રહ્યા હતા, હાલ રાજ્ય કક્ષા માટે અમદાવાદ સાયન્સ સીટી ખાતે જૂનાગઢ જિલ્લા નું પ્રતિનિધિત્વ કરશે આ તકે દરેક વિદ્યાર્થીઓને સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટીશ્રી મુકુતાનંદ બાપુ તથા ચેરમેનશ્રી ગિજુભાઈ ભરાડએ શુભેચ્છાઓ પાઠવી હતી તેવી લોક વિજ્ઞાન કેન્દ્ર ના કોઓર્ડીનેટર પ્રતાપસિંહ ઓરા એ એક યાદી માં જણાવેલ છે
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ જૂનાગઢ