ભાવનગર
ભાવનગરમાં આજે ૧૦મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી સરદાર પટેલ સિદસર રોડ પર આવેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કરવામાં આવી હતી.
આ વર્ષે “સ્વયં અને સમાજ માટે યોગ” થીમ હેઠળ ઉજવણી કરવામાં આવી છે.કલેકટર આર. કે. મહેતા એ જણાવ્યું હતું કે યોગ ભારતીય સંસ્કૃતિનો અગત્યનો ભાગ બન્યો છે. યોગ સ્વસ્થ અને નિરોગી જીવન જીવવા માટેનું મહત્વનું પાસું છે. આજે ગુજરાત સહિત ભાવનગરમાં અનેક આઇકોનિક સ્થળોએ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી છે.
વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાનએ સંયુક્ત રાષ્ટ્રસંઘમાં યોગ દિવસની ઉજવણી માટે મૂકેલા પ્રસ્તાવને સમગ્ર વિશ્વે સ્વિકારી પ્રતિ વર્ષ ૨૧મી જૂનનાં રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવાની સ્વિકૃતિ આપી હતી. ભારતીય સંસ્કૃતિની આ પરંપરાના ફાયદા સ્વિકારીને સમગ્ર વિશ્વ ૨૧મી જૂનના રોજ યોગમય બને છે.
`યોગ સ્વસ્થ અને નિરોગી જીવન જીવવા માટેનું મહત્વનું પાસું છે
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ રૈયાબેન મિયાણી, ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી, મહારાજા કૃષ્ણકુમાર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર એમ. એમ. ત્રિવેદી, પ્રોબેશનરી આઇ. એ. એસ.અધિકારી આયુષી જૈન, પોલીસ અધિક્ષક ડો. હર્ષદ પટેલ સહિત અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા
અહેવાલ:- સિદ્ધાર્થ ગોઘારી (ભાવનગર)