
જૂનાગઢ, તા. ૧ મે, ૨૦૨૫
ગુજરાતના ૬૪મા સ્થાપના દિન નિમિત્તે સમગ્ર વિશ્વમાં વસતા તમામ ગુજરાતીઓને હાર્દિક શુભકામનાઓ પાઠવતા સૌરાષ્ટ્ર ભાજપના પ્રવક્તા રાજુભાઇ ધ્રુવે કહ્યું કે, “ગુજરાત માત્ર રાજ્ય નહીં, પરંતુ આ દેશની એક એવી ભૂમિ છે કે જેને સાહસ, સમૃદ્ધિ અને સંસ્કૃતિનો આધારસ્તંભ માનવો જોઈએ.“
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “પશ્ચિમે વસેલું ગુજરાત માત્ર ૬૪ વર્ષથી સ્વતંત્ર રાજ્ય તરીકે ઓળખાય છે, પરંતુ તેના ઇતિહાસ, લોકજીવન અને વિકાસની વારસાગત ગાથા સદીઓ જૂની છે.“
વિદેશી આક્રમણો અને કુદરતી આફતો સામે લડી વિકાસના નવા પાયાં ઊભાં કરનારા ગુજરાતીઓએ હંમેશાં “આફતને અવસરમાં ફેરવવાનો શિસ્તબદ્ધ ઇતિહાસ” રચ્યો છે.
ગુજરાત: સંસ્કૃતિ, સાહસ અને શ્રેષ્ઠતાની ભૂમિ
શ્રી ધ્રુવે ગુજરાતના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાની ચર્ચા કરતા કહ્યું કે, “ગુજરાત એ મહાત્મા ગાંધી, સરદાર પટેલ, વિક્રમ સારાભાઈ, નરસિંહ મહેતા જેવા મહાનુભાવોની ભૂમિ છે.“
ગુજરાત એ એકતા, ઉદ્યોગ, કલા અને સર્જનાત્મકતાનો પ્રેરક સ્ત્રોત છે.
તેમણે જણાવ્યું કે, “ગુજરાતી માનસિકતા એ સાહસિકતા અને સામાજિક જવાબદારીનો મિશ્રણ છે.” રાજ્યના દરેક ખૂણે વસતા નાગરિકો ભલે વિશ્વના કોઈ પણ ભાગે હોય, પરંતુ તેઓ ગુજરાતનું ગૌરવ વધારવા માટે અવિરત પ્રયત્નશીલ રહે છે.
ભવિષ્ય માટે સંકલ્પ સાથે શુભેચ્છાઓ
રાજુભાઈ ધ્રુવે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું નેતૃત્વ પ્રશંસ્યું અને જણાવ્યું કે, “ભાજપના સુશાસન હેઠળ ગુજરાત વિકાસ અને લોકકલ્યાણના નવા પગથિયાં સર કરી રહ્યું છે.“
શ્રદ્ધા અને ગૌરવ સાથે તેમણે રાજ્યના તમામ નાગરિકોને ગુજરાત સ્થાપના દિનની શુભકામનાઓ પાઠવી અને “એક નવું, દિવ્ય, ભવ્ય, વિકાસશીલ ગુજરાત” નિર્માણ માટે સૌ ગુજરાતીઓને સામૂહિક સંકલ્પ કરવાની અપીલ કરી.
📌 અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ