ગુજરાત રાજ્ય ૨૦૩૫માં પોતાની સ્થાપનાના ૭૫ વર્ષ પૂર્ણ કરવાની ઐતિહાસિક મીળનો ઉજવશે. આ ગૌરવશાળી અવસરે ગુજરાત સરકાર દ્વારા એક વિશિષ્ટ પગલું ભરવામાં આવ્યું છે. રાજ્યની આ ઐતિહાસિક સફરની ઉજવણી રૂપે રાજ્ય સરકારે MyGovIndia પ્લેટફોર્મ પર રાષ્ટ્રીય સ્તરે “ગુજરાત @૭૫” થીમ આધારિત લોગો ડિઝાઇન સ્પર્ધાનું આયોજન કર્યું છે.
આ સ્પર્ધાનો મુખ્ય હેતુ ગુજરાતના ૭૫ વર્ષના વિકાસયાત્રાના પ્રતિબિંબ રૂપે એક અનોખો, અર્થપૂર્ણ અને આકર્ષક લોગો તૈયાર કરાવવાનો છે, જે રાજ્યની આર્થિક વૃદ્ધિ, ટેક્નોલોજીકલ વિકાસ, સાંસ્કૃતિક સમૃદ્ધિ અને લોકકેન્દ્રિત શાસનને ચિતરશે.
ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા આ સ્પર્ધાનું MyGov.in પ્લેટફોર્મ પર ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. દેશભરના નાગરિકો માટે આ સ્પર્ધા ખૂલ્લી રહેશે અને ડિઝાઇન કરેલા લોગોનો સબમિશન સમયગાળો તા. ૨૮ જુલાઈથી તા. ૧૪ ઓગસ્ટ સુધી રહેશે.
સ્પર્ધામાં શ્રેષ્ઠ લોગો પસંદ કરનાર સ્પર્ધકને ગુજરાત સરકાર તરફથી રૂ. ૩,૦૦,૦૦૦/- નો ઇનામ આપવામાં આવશે. ઉપરાંત પ્રથમ પાંચ શ્રેષ્ઠ લોગો ડિઝાઇનરને મુખ્યમંત્રીના હસ્તે સન્માનપત્ર એનાયત કરવામાં આવશે.
રાજ્ય સરકાર દ્વારા નાગરિકોને આ તકનો લાભ લેવા અને પોતાના સર્જનાત્મકતાઓને રાષ્ટ્રીય સ્તરે રજૂ કરવાની અનુરોધ પણ કરવામાં આવ્યો છે. સ્પર્ધામાં ભાગ લેવા માટે નીચે આપેલ લિંક પર જઇ લોગો સબમિટ કરી શકાશે:
🔗 https://www.mygov.in/task/gujarat75-years-logo-competition/
અહેવાલ: પ્રકાશ કારાણી, વેરાવળ – સોમનાથ.