ગુજરાત એ.ટી.એસ. દ્વારા કલકત્તાથી સંચાલિત બોગસ ચલણી નોટોના રેકેટમાં ગુજરાતમાંથી પકડાયેલ 1,52,000 રૂપિયાની નકલી નોટોના કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો આવ્યો છે.
આ કેસમાં એ.ટી.એસ. સ્પેશિયલ કોર્ટ દ્વારા આરોપીને સજા ફટકારવામાં આવી હતી. જોકે, આરોપીએ હાઇકોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. કેસની સુનાવણી દરમિયાન અરજદાર પક્ષે દલીલ કરવામાં આવી કે આરોપી સામેના પુરાવાઓને ધ્યાનમાં લઈ કાયદેસર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જામીન આપવાનું યોગ્ય રહેશે.
હાઇકોર્ટમાં અરજદાર પક્ષ તરફથી એડવોકેટ પ્રશાંત ચાવડા હાજર રહ્યા અને જામીન માટેના કાનૂની આધાર રજૂ કર્યા. તમામ દલીલો અને કેસના પરિસ્થિતિજન્ય તથ્યોને વિચારમાં લઈને નામદાર ગુજરાત હાઇકોર્ટે આરોપીને જામીન મંજૂર કર્યા છે.
આ ચુકાદા સાથે, આ કેસમાં આગળની કાર્યવાહી કાયદેસરની પ્રક્રિયા મુજબ ચાલુ રહેશે.
અહેવાલ : પ્રશાંત ચાવડા (ગુજરાત હાઇકોર્ટ)