ગુપ્ત પ્રયાગ તીર્થધામ, દેલવાડા તા.ઉના ખાતે પૂ.મુકતાનંદ બાપુના આશીર્વાદથી નિ:શુલ્ક ચાલતું “દાદાજી વૃધ્ધાશ્રમ” તથા અન્નક્ષેત્ર.

ચાંપરડા સુરેવધામ આશ્રમના મહંત અને બ્રહ્માનંદ શૈક્ષણિક સંકુલના સ્થાપક તેમજ પંચ અગ્નિ અખાડાના સભાપતિ તથા ભારતીય સાધુ સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી પૂ. મુક્તાનંદ બાપુના આશીર્વાદ અને માર્ગદર્શન હેઠળ ગુપ્ત પ્રયાગ તીર્થધામ, દેલવાડા તા.ઉના ખાતે “દાદાજી વૃધ્ધાશ્રમ” ચલાવવામાં આવે છે તેમાં વૃધ્ધો યાને સિનિયર સિટીઝનોને પોતાના ઘર જેવી રહેવા જમવાની સુંદર સુવિધા છે, દરરોજ સવારે અને બપોરે અલગ અલગ પોષ્ટિક નાસ્તો આપવામાં આવે છે, તેમજ સવાર સાંજના સાત્વિક પોષ્ટિક આહાર આપવામાં આવે છે, સાંજે ભોજન સાથે દૂધ પણ આપવામાં આવે છે, હાલમાં પચાસેક વૃધ્ધો તેમનું જીવન ગુજારી રહ્યાં છે, અહિં દરેક તહેવારોની પણ ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવે છે,
આ સંકુલમાં વિશાળ ગૌશાળા, ભવ્ય મંદિર, આનંદ ધારા, નેસડા, સ્કૂલ, ઉપરાંતમાં અન્નક્ષેત્ર પણ ચલાવવામાં આવે છે તેનો જરૂરતમંદ લોકો લાભ લઇ પોતાની જઠરાગ્નિ ઠારે છે.
આ સંસ્થામાં મુક્તાનંદ બાપુની પ્રેરણાથી તેમના સેવક ચંદુભાઈ સેવા કાર્ય સંભાળી રહ્યા છે. વધુ માહિતી માટે ચંદુભાઈનો મોં.નં. ૯૮૨૦૨ ૮૦૭૩૨ ઉપર સંપર્ક કરવા એક યાદીમાં જણાવ્યું છે.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ જૂનાગઢ