“ગૃહ અને સહકારिता મંત્રી અમિતભાઈ શાહ ૮ માર્ચે શ્રી બ્રહ્માનંદ વિદ્યાધામ-ચાપરડાના વિભિન્ન પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે”
📰 જૂનાગઢ, તા. ૭ માર્ચ:
ભારત સરકારના ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ તા. ૮-૩-૨૦૨૫ના રોજ વિસાવદર તાલુકાના બ્રહ્માનંદ વિદ્યાધામ-ચાપરડા ખાતે વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમમાં ભાગ લેશે.
🏫 લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવનાર પ્રકલ્પો:
- સૈનિક સ્કૂલના શાળા ભવન અને સ્ટાફ ક્વાર્ટર
- જય અંબે હોસ્પિટલના ડોક્ટર ક્વાર્ટર બિલ્ડિંગ
- મોડ્યુલર ઓપરેશન થિયેટર કોમ્પ્લેક્સ
- શ્રી બ્રહ્માનંદ વિદ્યાધામના અતિથિ ભવન
- પૂજ્ય મુક્તાનંદ બાપુ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર – ખાતમુહૂર્ત
અહેવાલ:
નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, (જૂનાગઢ)