👉 જૂનાગઢ: જૂનાગઢ મહાનગરપાલિકા શહેરમાંથી રખડતા ઢોરની સમસ્યા દૂર કરવા માટે પ્રતિબદ્ધ છે. મહાનગરપાલિકા દ્વારા રખડતા ઢોરને પકડવા અને નિયંત્રણ લાવવા માટે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે.
➡️ 📜 પકડાયેલ કેસની વિગત:
✅ જુનાગઢ મહાનગરપાલિકાના સી.સી.ટી.વી. ફૂટેજના આધારે તજવીજ હાથ ધરવામાં આવી હતી.
✅ શહેરમાં રખડતા ઢોર છોડી મૂકવાની ઘટના તપાસવા જઈ રહેલી ટીમે બે વાહન આઇડેન્ટિફાય કર્યા:
- 🚛 વાહન નંબર (1): GJ-01-DY-3340 → કાળવા ચોકમાં પકડાયેલ
- 🚛 વાહન નંબર (2): GJ-32-T-5850 → ગાંધીગ્રામ વિસ્તારમાં પકડાયેલ
➡️ 📌 કાયદાઓના ભંગ માટે કાર્યવાહી:
👉 ગેરકાયદેસર રીતે ગૌવંશની હેરફેર કરવા માટે નીચેના કાયદાઓના ભંગનો દાખલો નોંધાયો:
- પ્રાણી ક્રુરતા નિવારણ અધિનિયમ
- એનિમલ ટ્રાન્સપોર્ટ એક્ટ
- ભારતીય ન્યાય સંહિતા (IPC)
- મોટર વ્હીકલ એક્ટ
➡️ 🚔 દોષિત ઇસમો વિરુદ્ધ FIR દાખલ:
👉 જુનાગઢ પોલીસ દ્વારા બંને વાહનના માલિકો વિરુદ્ધ ફોજદારી કેસ દાખલ કરીને કાયદેસર કાર્યવાહી હાથ ધરાઈ છે.
➡️ 📣 મહાનગરપાલિકાની ચેતવણી:
👉 શહેરની હદમાં ગેરકાયદેસર ગૌવંશની હેરફેર કરવા સામે કડક પગલાં ભરવામાં આવશે.
👉 મહાનગરપાલિકા દ્વારા જાહેરનામું બહાર પાડીને જાહેર માર્ગો અને જાહેર સ્થળોએ ઢોર છોડવા પર પ્રતિબંધ લગાવાયો છે.
➡️ 🚨 મહાનગરપાલિકાનું સૂચન:
👉 મહાનગરપાલિકા અને પોલીસ તંત્રે જાહેર કર્યું છે કે, જો કોઈ ઇસમ ગેરકાયદેસર ગૌવંશની હેરફેર કરતો પકડાશે તો કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.
➡️ 📣 ‘રખડતા ઢોર મુક્ત જૂનાગઢ’ અભિયાનના ભાગરૂપે કાર્યવાહી તીવ્ર બનશે.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ જૂનાગઢ