ગોંડલના ગુંદાળા ગામે સરપંચ અને ક્ષત્રિય આગેવાન વચ્ચે થયેલ માથાકૂટમાં અંતે 100 ચોરસવારના પ્લોટના વિવાદનો અંત..!

ભરવાડ સમાજના કેન્સર પિડીત વ્યક્તિને પ્રથમ ફાળવેલ 100 ચોરસવારનો પ્લોટ તેમનો જ રહેશેની ધારાસભ્યએ ખાત્રી આપતા ઘીના ઠામમાં ઘી…!

ગોંડલ તાલુકાના ગુંદાળા ગામે થોડા દિવસો પહેલા જ ગામના સરપંચ અને ક્ષત્રિય આગેવાન વચ્ચે મારામારીની ઘટના બનવા પામી હતી.ગુંદાળા ગામના સરપંચ ગોરધનભાઈ ડાભીને ક્ષત્રિય આગેવાન હિતેન્દ્રસિંહ જાડેજાએ એક પ્લોટ બે વ્યક્તિને કેમ ફાળવેલ 55 નંબરનો પ્લોટ મુળ વ્યક્તિને આપવા જણાવતાં બબાલ થઈ વાત મારમારી સુધી પહોંચતા કોળી સમાજના લોકોમાં રોષ ભભૂકી ઉઠવા પામ્યો હતો.જેમને લઈને ગુંદાળા ગામે જિલ્લાભરનો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.


ગુંદાળા ગામે ગ્રામ પંચાયત દ્વારા 100 ચોરસવારનો 55 નંબરનો પ્લોટ 01/08/2006ના બાંભવા નાજાભાઈ થોભણભાઈને ફાળવેલ હતો.બાદમાં અરજદાર કેન્સરની બિમારીમાં સપડાઈ જવા પામ્યા હતા.ત્યાર બાદ કેન્સર પિડીત પ્લોટ ધારકનો એ જ 55 નંબરનો પ્લોટ અન્ય બીજા વ્યક્તિને વર્ષ 2010ના સરપંચે ફાળવેલ હતો.જેમને લઈને વિવાદ સર્જાયો હતો.ગુંદાળા ગામે સરપંચ અને ક્ષત્રિય આગેવાન હિતેન્દ્રસિંહ જાડેજા વચ્ચે મારામારી થવા પામી હતી.જે અંગેની ફરિયાદ પણ થવા પામી હતી.


ગુંદાળા ગામે 100 ચોરસવારનો એકનો એક પ્લોટ બે વ્યક્તિને ફાળવતા આ ઘટનામાં ગોંડલના ધારાસભ્યએ તારીખ 17/01/2025 ના રોજ પ્લોટ મહેસૂલ ના રૂપીયા 150/- ને ધ્યાને લઈ કેન્સર પિડીત પ્રથમ માલિક બાંભવા નાજાભાઈ થોભણભાઈને ફાળવવાની ખાત્રી આપતા ગુંદાળા ગામના વિવાદનો અંત આવ્યો છે.આ સાથે ગુંદાળા ગામે 100 ચોરસવારના પ્લોટના વિવાદનો અંત આવતા ભરવાડ સમાજ દ્વારા ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાનો તેમજ ગામના ક્ષત્રિય આગેવાન હિતુભા જાડેજાનો આભાર વ્યક્ત ક્યો હતો.આ સાથે એકનો એક પ્લોટ બે બે વ્યક્તિઓને ફાળવતા તંત્રની બેદરકારી પણ સામે આવી છે…

બાઈટ:-મેહુલભાઈ બાંભવા-ગ્રામજન-ગુંદાળા,ગોંડલ