ગોંડલના પિયુષ રાદડિયાની કોર્ટમાં ફરિયાદે પોલીસ તંત્રમાં ખળભળાટ!

ગોંડલ, રાજકોટ | તા. ૨૮ મે, ૨૦૨૫
ગોંડલના પિયુષ રાદડિયાએ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ એ.ડી. પરમાર, પીએસઆઈ અને કોન્સ્ટેબલો સામે ગંભીર આક્ષેપો સાથે કોર્ટમાં ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદ મુજબ, ગજેરા કેસમાં મદદના આરોપ સાથે પોલીસે પિયુષ રાદડિયાની નોટિસ વિના ગેરકાયદેસર અટક કરી હતી અને પોલીસ સ્ટેશનમાં માનસિક તેમજ શારીરિક યાતના આપી હતી. ફરિયાદમાં જણાવ્યું છે કે, પોલીસે તેમને કેમિકલ વાળું પાણી પીવડાવ્યું અને પટ્ટા મારી શારિરિક હિંસા પણ કરી હતી.

પિયુષ રાદડિયાએ આ બાબતે અગાઉ રાજ્યના ડી.જી.પી.ને પણ ઈમેઈલ મારફતે ફરિયાદ કરી હતી, પરંતુ કોઈ પગલાં ન ભરાતા તેણે સીધો કોર્ટનો દરવાજો ખખડાવવો પડ્યો.

હવે કોર્ટમાં આ ફરિયાદ નોંધાતા ગોંડલ પોલીસ તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. સમગ્ર મામલે આગળની કાર્યવાહી કાયદેસરની પ્રക്രિયા હેઠળ હાથ ધરવામાં આવશે.

રિપોર્ટ – વિમલ સોંદરવા, ગોંડલ