ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે આખરી મતદારયાદી પ્રસિદ્ધ

ગીર સોમનાથ, તા. ૨૭ મે:
આગામી સમયમાં ગીર સોમનાથ જિલ્લાની ગ્રામ પંચાયતોની સામાન્ય, વિભાજન, વિસર્જન અને પેટા ચૂંટણી યોજાવવાની છે. રાજય ચૂંટણી આયોગ, ગાંધીનગર દ્વારા વિધાનસભાની તારીખ ૦૧/૦૧/૨૦૨૫ની લાયકાતની આખરી ફોટાવાળી મતદારયાદી તથા તા. ૦૧/૦૪/૨૦૨૫ની લાયકાત મુજબની ગુજરાત વિધાનસભાની મતદારયાદી આધારે ગ્રામ પંચાયતની ચૂંટણી માટે આખરી મતદારયાદી તૈયાર કરી, તા. ૨૭/૦૫/૨૦૨૫ના રોજ તેની આખરી પ્રસિદ્ધિ કરાઈ છે.

મતદારોને તેમના નામની ચકાસણી કરવા માટે મતદાર નોંધણી અધિકારી, મદદનીશ મતદાર નોંધણી અધિકારીની કચેરી, ગ્રામ પંચાયત કચેરી, તાલુકા પંચાયત કચેરી, પ્રાંત અધિકારીની કચેરી, જિલ્લા પંચાયત કચેરી અને જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરીઓમાં આવવા વિનંતી કરવામાં આવે છે.

આ યાદી મુજબ મતદારો પોતાના નામની ચોકસાઈ કરીને ચૂંટણી પ્રક્રિયામાં સહભાગી થઇ શકે છે.

અહેવાલ: પ્રકાશ કારાણી, વેરાવળ