ગ્રાહક સુરક્ષા અને અન્ન પૂરવઠા વિતરણ મંત્રી નો પદભાર સંભાળ્યા બાદ નીમુબેન બાંભણિયા ભાવનગર પોહચતા ભવ્ય સ્વાગત

ભાવનગર
ભાવનગર લોકસભાની ચૂંટણીમાં સમગ્ર સૌરાષ્ટ્રમાં બીજા નંબરની લીડ સાથે વિજેતા બન્યા બાદ ગ્રાહક સુરક્ષા અને અન્ન નાગરિક પુરવઠા મંત્રાલયના કેન્દ્રીય રાજ્યમંત્રી તરીકે પદભાર સંભાળ્યા બાદ પ્રથમવાર ભાવનગર આવી રહેલા મંત્રી નિમુબેન બાંભણિયાને શહેર ભાજપ દ્વારા અદકેરો આવકાર આપવામાં આવ્યો હતો, મંત્રી બન્યા બાદ પ્રથમવાર ભાવનગર આવેલા નિમુબેન બાંભણીયા ને ઠેર ઠેર ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં બંને ધારાસભ્ય, સંગઠનના હોદ્દેદારો, આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતા.

ભાવનગર આવતાની સાથે નીમુબેન બાંભણિયા સીધા રાજપરા ખોડીયાર મંદિર માતાજીના દર્શને પહોંચી આશીર્વાદ લીધા હતા, અને ત્યાંથી તેઓ સીધા જ ચિત્રા મસ્તરામ બાપા મંદિરે જ્યાં તેઓનું વિજય ગૌરવ યાત્રા દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવનાર હતું ત્યાં પહોંચ્યા હતા, મંત્રી નિમુબેન બાંભણીયા અહીં મસ્તરામ બાપાના દર્શન કરવાનું પણ ચૂક્યા નહોતા, મસ્તરામ બાપા મંદિરેથી પ્રસ્થાન થયેલી વિજય ગૌરવ યાત્રાનું જીઆઇડીસી એસોસિએશન, વેપારી મંડળ, સૌરાષ્ટ્ર ચેમ્બર સહિતના આગેવાનોએ મંત્રીનું ફૂલહારથી સ્વાગત કર્યું હતું. જ્યાંથી ચિત્રા, દેસાઇનગર, બોરતળાવ, ગઢેચી વડલા, વિઠ્ઠલવાડી, નિલમબાગ સર્કલ કે, જ્યાં મહારાજા કૃષ્ણકુમારસિંહજીને પુષ્પાંજલિ આપી હતી .
બહુમાળી ભવન, માધવરત્ન, ચાવડીગેટ, એસટી બસસ્ટેન્ડ, પાનવાડી તેમજ જશોનાથ સર્કલ થઈને શહેર ભાજપ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા, જેમાં બંને વિસ્તારના ધારાસભ્ય શહેર અને વોર્ડ સંગઠન, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, આગેવાનો, હોદ્દેદારો, કાર્યકો અને વિવિધ સમાજના આગેવાનો, મિત્રો, શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ : સિદ્ધાર્થ ગોઘારી (ભાવનગર)