ભાવનગર જિલ્લાના ઘોઘા પોલીસ સ્ટેશન હદમાં આવેલ હાથબ ગામના રાતાનાળા વાડી વિસ્તારમાં નેરા કાંઠે જાહેર સ્થળે તીનપત્તીનો જુગાર ચાલી રહ્યો હોવાની બાતમી આધારે પોલીસે દરોડો પાડ્યો.
આ દરોડા દરમ્યાન ચાર ઈસમોને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા હતા. તેમની પાસેથી રૂ. 44,650 રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
પોલીસે ઝડપાયેલા આરોપીઓના નામ જાહેર કર્યા છે:
ધરમશીભાઇ મેપાભાઇ જેઠવા (ઉંમર 35)
મહેશભાઇ મહાશંકરભાઇ મહેતા (ઉંમર 40)
ભરતભાઇ રમેશભાઇ ચુડાસમા (ઉંમર 42)
ભાવેશભાઇ ઉર્ફે ભજ્જી જેરામભાઇ બારૈયા (ઉંમર 34) – તમામ હાથબ ગામ, તા.જી. ભાવનગરના રહેવાસી
આ કામગીરી ભાવનગર રેન્જના પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર, જિલ્લા પોલીસ અધિક્ષક ડો. હર્ષદ પટેલ તથા નાયબ પોલીસ અધિક્ષક આર.આર. સિંધ્યાલના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી.
પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી.કે. ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમ પેટ્રોલિંગ દરમ્યાન ખાનગી બાતમી આધારે સ્થળ પર પહોંચી અને દરોડો પાડી આરોપીઓને કાબૂમાં લીધા હતા.
કાર્યवाहीમાં જોડાયેલા પોલીસ સ્ટાફ:
હેડ કોન્સ્ટેબલ ભગીરથસિંહ લાલુભા ગોહિલ
કોન્સ્ટેબલ અનિલભાઇ હિંમતભાઇ મકવાણા
જયપાલસિંહ મદારસિંહ જાડેજા
મનસુખભાઇ ધરમશીભાઇ જાંબુચા
અર્જુનસિંહ ભાવસિંહ ગોહિલ
અલ્પેશભાઇ રણછોડભાઇ ગલસર
રાહુલભાઈ છનાભાઈ ધતુરાતર
પોલીસે આરોપીઓ સામે જુગાર અધિનિયમ હેઠળ ગુનો નોંધ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
✍️ અહેવાલ : સતાર મેતર, સિહોર