ચંદીપુરા વાયરસ અંગેની જન જાગૃતિ માટે કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર ભાવનગર દ્વારા પપેટ શો નું આયોજન કરાયું હતુ.

ભાવનગર

ગુજરાતમાં ચંદીપુરા વાયરસે માથું કાઢ્યું છે , ત્યારે તેની લોકો માં જાગૃતિ લાવવા માટે ભાવનગરની કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા શહેરના હિમાલયા મોલ ખાતે પપેટ શો કરવામાં આવ્યો હતો.

શિવમ ક્રીએશન અને લોક વિજ્ઞાન કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે ચંદીપુરા વાયરસ અંગેની જન જાગૃતિ અંગે પપેટ શો ના માધ્યમ થી બાળકો તેમજ વાલીઓને સમજણ આપવામાં આવી હતી જે અંતર્ગત આ વાયરસ કેવી રીતે ફેલાય છે ? કોને થઈ શકે ? શું કાળજી રાખવી અને તેના ઉપાયોની સમજણ આપવામાં આવી હતી.શિવમ ક્રીએશન ના પિયુષભાઈ વ્યાસ તેમજ લોક વિજ્ઞાન કેન્દ્ર ના હર્ષદભાઈ જોષી એ વધુ જાણકારી આપતા કહ્યું કે ઘર તેમજ આસપાસ ની જગ્યામાં સ્વછતા જાળવવી , ૦ થી ૧૪ વર્ષના બાળકો ને આ વાયરસ ની અસર થવાથી બાળકો ને બહાર મોકલતા પેહલા શરીર સરખું ઢંકાયેલુ રહે તેની કાળજી રાખવી , સૂતી વખતે મચ્છર દાની નો ઉપયોગ કરવો અને તેમ છતાંય જો બાળક ને તાવ , શરદી ઉધરસના લક્ષણો દેખાય તો નજીકના દવાખાને બાળક ને લઈ જવું.

વધુ માં જણાવતાં કહ્યું આ ચેપી રોગ નથી , પરંતુ સેન્ડ ફ્લાય નામની માખી માં થી થતો રોગ છે જેની ઉત્પતિ ભેજ વાળા વાતાવરણમાં વધુ થાય છે , અને મુખ્યતઃ આ માખીઓ દીવાલોની તિરાડો , લીપણ વાળા ઘરોમાં જોવા મળતી હોય છે , જ્યાં સૂર્ય પ્રકાશ નથી મળતો ત્યાં પણ સેન્ડ ફ્લાય ની ઉત્પત્તિ થવાની શક્યતાઓ વધતી હોય છે .

હર્ષદભાઈ એ વધુ જણાવતા કહ્યું કે આ રોગ થી બિવા ની જરૂર નથી પરંતુ જરૂરી તકેદારી રાખવી અને સાવચેત રેહવાની જરૂર છે , આપણે જો કોરોનો જેવી મહામારી ને નાથી શકતા હોય તો ચંદિપુરા ને કેમ નહી……

અહેવાલ :- સિદ્ધાર્થ ગોઘારી (ભાવનગર)